ગાંધીધામ: વડાપ્રધાને સામખિયાળી-ગાંધીધામ અને ગાંધીધામ-આદિપુર રેલ્વે લાઇનના 4 ગણા બનાવવાનો શિલાન્યાસ કર્યો અને આજરોજ 16મી સપ્ટેમ્બર 2024ના રોજ અમદાવાદથી 16.00 કલાકે વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ-અમદાવાદ  નમો ભારત રેપીડ રેલનું ઉદ્ઘાટન કર્યુ હતું. જે અનુસંધાને ભુજ-અમદાવાદ નમો ભારત રેપીટ રેલનું  ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધા, વિરમગામ, ચાંદલોડિયા, સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો પર સાંસદો, ધારાસભ્યો અને પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જે વિશે વિગતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદથી ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યુ.વંદે મેટ્રો સાથે હાઇસ્પીડ યુગનો આરંભ ‘કવચ’ સિસ્ટમ સાથેની કચ્છની પ્રથમ ટ્રેન છે. જેમા બંને બાજુ મહિલા અને દિવ્યાંગો માટે અનામત કોચ છે.

મહત્વનું છે કે, આ ટ્રેન એડવાન્સ સેફ્ટી સિસ્ટમ ધરાવે છે. ટકરાવથી બચવા માટે સેફ્ટી તેમજ ઇમરજન્સી લાઇટ, એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ હોવાથી વધુ સુરક્ષા પ્રદાન થશે. બંને બાજુ ઓટોમેટિક દરવાજા, કેમેરા સહિતની સુરક્ષા સાથે ડસ્ટ અને રેઇન પ્રુફ ટ્રેન છે. ઝટકાનો અનુભવ નહીં થાય તેમજ બંને બાજુ એન્જનના કારણે સમયનો બચાવ થશે.

ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે નમો ભારત રેપિડ રેલ ટ્રેનના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં નીમા આચાર્ય, ધવલ આચાર્ય, ધારાસભ્ય માલતી મહેશ્વરી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પુજ, પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, ચેમ્બરના સર્વે હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, નગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલરો, ભાજપના હોદ્દેદારોમાં પંકજ ઠક્કર, બળવંત ઠક્કર, મોમાયભા ગઢવી, ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખ, એડવોકેટ મધુકાન્ત શાહ અને અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંજાર થી ગાંધીધામ આવતા ટ્રેનની અંદર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ ડસ્ટબિન હોવા છતાં સ્વચ્છતાનો અભાવ દેખાતા સ્વચ્છતા ઉપર સવાલો ઉઠ્યા હતા.

ભુજ-અમદાવાદ નમો ભારત રેપીટ રેલની તમામ માહિતી:

ટ્રેનનું ભાડું – મિનિમમ 30 રૂપિયા અમદાવાદ માટે 359 કિમીના 455 રૂપિયા.

સ્ટોપેજ – અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી.

ટિકિટ – આ ટ્રેન અનરિર્ઝવ હોવાથી તેમાં એડવાન્સ બુકિંગ નહીં થાય પરંતુ સ્ટેશન પરથી મહત્તમ 2 કલાક પહેલા અથવા યુટીએસ કાઉન્ટર પરથી ટિકિટ લઇ શકાશે.

સમય – ભુજથી (રવિવાર સિવાય) 05.05 કલાકે ઉપડશે અને 10:50 કલાકે અમદાવાદ પહોંચશે. અમદાવાદથી (શનિવાર સિવાય) 17:30 કલાકે ઉપડશે અને 23:10 કલાકે ભુજ પહોંચશે.

ક્ષમતા – આ ટ્રેનમાં 1150 સિટિંગ તેમજ 2000 લોકો ઉભા રહીને મુસાફરી કરી શકશે.

સ્પીડ – મહત્તમ 110ની સ્પીડે દોડી શકે છે સરેરાશ ગતિ 65 કિમી પ્રતિ કલાકે રહેશે.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.