પિંક, યેલો બાદ હવે ટૂંક સમયમાં જ બજારમાં ૧૦ રૂપિયાની નવી નોટ જોવા મળશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૧૦ની નવી નોટો છાપવાનું કામ ચાલુ કરી દીધુ છે. જો કે અત્યાર સુધીમાં ૧૦ રૂપિયાની નવી ૧ અબજ નોટો છપાઇ ગઇ હોવાનો અંદાજ છે તો આ નવી નોટમાં કોર્ણક સૂર્ય મંદિરનો ફોટો રહેશે. જો કે નવી નોટ પણ મહાત્મા ગાંધીની સિરીઝવાળી જ રહેશે તેનો રંગ ચોકલેટ બ્રાઉન હશે. હાલની ચલણી ૧૦ની નોટોની ડિઝાઇન ૨૦૦૫માં બદલવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે ગયા સપ્તાહમાં જ દસ રૂપિયાની નવી નોટોને મંજૂરી આપી છે. જો કે આ વર્ષે જ ૨૦૦ રૂપિયાની નોટ બહાર પડી છે. નોટબંધી બાદ ચલણી નોટોનું પ્રમાણ ૯ ટકા ઘટી ગયું છે. ત્યાં ચોકલેતી રંગની ૧૦ રૂપિયાની નોટો હવે છપાઇ રહી છે. આ મંદિરમાં કોર્ણાક સૂર્ય મંદિરનો રાખવામાં આવશે તે ઓડિશામાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ રૂ,૫૦૦ ,૨૦૦૦ અને ૨૦૦ની નવી નોટો આવી છે. ત્યારે હવે ૧૦ની નોટો પણ ટૂંક સમયમાં જ બજારમાં એન્ટ્રી કરશે.