Surat:ઉધનાના વીમા એજન્ટને ગ્લોબલ કંપનીમાં રોકાણ કરવાથી અઠવાડિયે 5 હજારની આવકની લાલચ આપી મિત્ર અને મિત્રની પત્નીએ રૂપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ તેણે તેના આ રૂપિયા ડ્રગ્સમાં રોક્યા હોય અને તે SOGમાં પકડાઇ ગયાનું જણાવી વીમા એજન્ટનું નામ નહીં આવે તે માટે 3 લાખ રૂપિયાની માંગ કરી હતી. આમ કુલ 13 લાખ ઠગ દંપતીએ ખંખેરતા વીમા એજન્ટે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા દંપતીની ધરપકડ કરાઇ હતી.
ઉધના જલારામ નગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્હાસ પુંડલીક માળીની ફરિયાદ મુજબ આરોપી વિક્કી કિશોરચંદ્ર જરીવાલા તેની પત્ની ક્રિષ્ના તથા ગાંધીધામના દેવાશીશે મળીને તેમની પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેમજ ઉલ્હાસના બાળપણના મિત્ર વિક્કી જરીવાલાએ તેને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કંપનીમાં 1 લાખ રોકવાથી અઠવાડિયે 5 હજાર આવકની લાલચ આપી હતી. તેમજ ઉલ્હાસે 1 લાખ રૂપિયા આંગડિયાથી ગાંધીધામ મોકલાવ્યાં હતાં. તેમજ શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં 4505 જમા થયાં હતાં. તેમજ 2 લાખ બાદ 1 લાખ રૂપિયા મોકલાવ્યાં હતાં. ત્યારબાદ વિક્કી તેને 10 લાખ પર દર અઠવાડિયે 65 હજાર નફા પેટે મળશે. આ સાથે ઉલ્હાસે તેના પુત્રના એકાઉન્ટ માંથી 3 લાખ તથા પત્નીના એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા મોકલાવ્યાં હતાં. પરંતુ ત્યારબાદ રૂપિયા જમા નહીં થતાં તે વિક્કીએ કંપની દુબઇ સિફ્ટ થવાનું કહ્યું હતું.
વિક્કીએ પત્ની સાથે મળીને SOGએ ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવી ઉલ્હાસને તેનું અને તેના પુત્રનું નામ નહીં આવે તે માટે વધુ 3 લાખ પોલીસને આપવા પડશે તેમ કહ્યું હતું. તેમજ ઉલ્હાસે રૂપિયા આપ્યા બાદ પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા તેણે SOGમા તપાસ કરી હતી. જ્યા વિક્કી જરીવાલા પર કોઈ ડ્રગ્સ કેસ કરાયો ન હોવાનું સામે આવતા ઉલ્હાસે આરોપી સામે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જરીવાલા દંપતીની ધરપકડ કરાઇ હતી.
ભાવેશ ઉપાધ્યાય