- પશ્ર્ચિમ ઝોનના રાજ્યોની ઝોન વાઈઝ બેઠક મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને રાજકોટમા યોજાઈ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે રાજકોટ શહેર આવ્યા હતા જ્યાં પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં પહોંચતા તેમણે જણાવ્યું હતુ કે, વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનુ રહ્યું હતું. આગામી 5 વર્ષમા 2 લાખ કરોડ ઇન્વેસ્ટ કરીને 4 કરોડ રોજગારીનું નિર્માણ કરવામા આવશે. જેમાં દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઇન્ટરનશીપ આપવામાં આવશે. બેઠકમાં શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવરા ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં કૌશલ્ય નિર્માણ માટે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેની સમીક્ષા આજે થવાની છે. 1 કરોડ યુવાનો પ્રીમિયમ ઇન્સ્ટિટયૂટની અંદર ઇન્ટરશીપ કરે એટ્લે કે ત્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ કરી શકે. તેઓ જ્યારે કંપનીમાં નોકરી કરવા માટે જશે ત્યારે ઇન્ટરનેશનલ કક્ષાનું વર્ક કલ્ચર ડેવલપ થશે. આ સાથે જ દેશના યુવાનોને રોજગારી માટે સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળશે. જે માટે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં 30 લાખ કંપનીઓ આ પોર્ટલ ઉપર જોડાઇ છે. જેમાં કંપનીઓને જે પ્રકારની સ્કીલ ની જરૂરિયાત હોય તે બાબતની માહિતી અપલોડ કરે છે અને જે યુવાનો પાસે આ સ્કિલ હોય તેઓ તેમાં રજીસ્ટ્રેશન કરાવી તે કંપની સાથે જોડાઈ શકે છે.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લેબર રીફોર્મને લઈને આજની સમીક્ષા બેઠકમાં ચર્ચા કરવામાં આવી .પશ્ચિમ ઝોનમાં આવેલા રાજ્યો આ કોન્ફરન્સના માધ્યમથી તેમના રાજ્યોનું પરફોર્મન્સ તેમજ તેમના રાજ્યોનો રીવ્યુ વગેરે માટે આજની બેઠક યોજવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ બેઠકનું આયોજન ભારત સરકાર અને રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલી છે . ડો .મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે શ્રમ સુધારાઓ, અસંગઠિત કામદારો (એનડીયુડબલ્યુ), મકાન અને અન્ય નિર્માણ કામદારો (બીઓસીડબ્લ્યુ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તથા રોજગારીની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
યુવાનોને રોજગાર માટે થઇ એક સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમ નો લાભ મળશે: આરોગ્ય મંત્રી: માંડવિયા
વર્તમાન બજેટ યુથ એમ્પ્લોસેંટિક બજેટ આપ સૌ સે જોયું છે આગામી 5 વર્ષ ની અંદર 2 લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરી ને 4 કરોડ રોજગારી નિર્માણ કરવા માટે થઇ ન બજેટ ની અંદર જાહેરાત થઇ છે. જેને લઈને દેશ ના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કેમ્પનીઓ ની અંદર 1 વર્ષ માટે ઇન્ટેનશિપ આપી ન એમને કોષ્ટર્ન નિર્માણ મરવા માટે થઇ ન શરૂઆત થઇ ચુકી છે. જેની સમીક્ષા પણ આજે થવાની છે. 1 કરોડ યુવાન ઇન્સ્ટન્ટ ની અંદર પ્રીમિયમ કંપની ની અંદર ઇન્ટેનશિપ કરે એટલે કે જુએ વર્કલ્ડ ક્લાસ પ્રેકટીસ શીખી ને ડાઉન સ્ટીમ ઈંડસ્ટીઝ ની અંદર જોબ માટે જશે ત્યારે ડાઉન સ્ટીમ ઇન્ડસટ્રીજ ના પણ એક અલગ પ્રકાર નું વર્ક ક્લચર એટલે કે ઇન્ટરનેશનલ સ્ટારન્ડર નું વોર્ગ ક્લચર ડેવલોપ થશે. એવી જ રીતે દેશ ના યુવાનોને રોજગાર માટે થઇ ન એક સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમ નો લાભ મળે એના માટે થઇ ન નેશનલ કેરિયર સર્વિસ પોર્ટર નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં
આજ ના દિવસે સમગ્ર દેશ ની અને વિદેશ ની કંપની કે જ્યાં કોઈ ને કોઈ પ્રકાર ની સ્કિલ મેન પાવર ની રેકવૈરમેન્ટ હોય કે એના પર ફ્રોડ કરે છે અને જે લોકો નોકરી ચૂક હોય એના પર જઈને એનો લાભ લઇ શકે છે આજ સુધી માં 30 લાખ જેટલી કંપની આ પ્રોર્ટલ પર જોડાઈ છે અને યુવાનો એમનો લાભ લઇ રહ્યા છે એવી જ રીતે આગામી દિવસો ની અંદર લેબરરિફોમ ને લઈને સમીક્ષા બેઠક ની અંદર ચર્ચા થઇ રહી છે. પશ્ચિમ ઝોન ના એવેલ આ રાજ્યો આ કોંફરન્સ ના માધ્યમ એમની રાજ્ય ની પર્ફોર્મન્સ રાજ્ય નો રિવ્યૂ વગેરે માટે ની આજની બેઠક આયોજિત કરવામાં આવી છે.