ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનો (EVs) ને પ્રોત્સાહિત કરવા માટે એક નવી યોજના જાહેર કરી છે. PM ઇલેક્ટ્રિક ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ (PM e-drive) યોજના હેઠળ, મોદી સરકારે રૂ. 10,900 કરોડ મંજૂર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો કરવાનો છે.

આ સ્કીમ ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ (FEME) સ્કીમનું સ્થાન લેશે, જે માર્ચમાં સમાપ્ત થઈ હતી. પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ કયા વાહનોને ફાયદો થશે? આ યોજના હેઠળ, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (ઇ-સ્કૂટર અને ઇ-મોટરસાઇકલ), ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર (ઇ-ઓટો રિક્ષા), ઇલેક્ટ્રિક ટ્રક, ઇલેક્ટ્રિક બસ અને ઇલેક્ટ્રિક એમ્બ્યુલન્સને સબસિડી આપવામાં આવશે. જોકે, ઈલેક્ટ્રિક કારને આ યોજનામાં સામેલ કરવામાં આવી નથી કારણ કે તેની કિંમતો પહેલાથી જ સંતુલિત છે અને લોકોનો ઝોક વધી રહ્યો છે. કેટલી આર્થિક સહાય આપવામાં આવશે? PM ઈ-ડ્રાઈવ યોજના હેઠળ કુલ 24.79 લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર, 3.16 લાખ ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 14,028 ઈલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવામાં આવશે. આ સિવાય 88,500 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે.

આ યોજના માટે સરકારે બે વર્ષ માટે 10,900 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. રાજ્ય પરિવહન નિગમોને વિશેષ સહાય મળશે આ યોજના હેઠળ રાજ્ય પરિવહન નિગમોને 14,028 ઇલેક્ટ્રિક બસો મળશે. આ માટે 4,391 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 40 લાખથી વધુ વસ્તી ધરાવતા નવ શહેરો – દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, સુરત, બેંગ્લોર, પુણે અને હૈદરાબાદને આ યોજના હેઠળ વિશેષ સહાયતા મળશે.

આ શહેરોમાં ઇલેક્ટ્રિક બસોની માંગનું મૂલ્યાંકન સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી (CESL) દ્વારા કરવામાં આવશે. ચાર્જિંગ સ્ટેશન અને ફાસ્ટ ચાર્જરનું વિસ્તરણ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ધીમી પડી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 70,000 ફાસ્ટ ચાર્જર લગાવવાની યોજના ધરાવે છે. તેમાં ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર માટે 22,100 ફાસ્ટ ચાર્જર, ઇલેક્ટ્રિક બસ માટે 1,800 ફાસ્ટ ચાર્જર અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે 48,400 ફાસ્ટ ચાર્જરનો સમાવેશ થાય છે. આ માટે 2000 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. આ નવી સ્કીમ સાથે મોદી સરકારનો ધ્યેય ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો અને પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે. આ ઉપરાંત ચાર્જિંગ સ્ટેશનની અછતને પણ દૂર કરવી જોઈએ, જેથી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.