પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેઓ આજે ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. આ સાથો સાથ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ સાંધ્યો છે. તેમા નાણામંત્રીએ બજેટ દરમિયાન રૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી.
મફત વીજળી યોજના હેઠળ છત પર સોલર પેનલ માટે આ રીતે અરજી કરી શકો છો.
સ્ટેપ 1:
સૌથી પહેલા તમારે https://pmsuryaghar.gov.in/પોર્ટલની મુલાકાત લેવી પડશે. અહીં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે તમારી સ્ટેટ અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીની પસંદગી કરવાની રહેશે. ત્યારપછી વીજ ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ વિશેની માહિતી આપવી પડશે.
સ્ટેપ 2:
ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગઇન કરો. લોગઇન કર્યા બાદ રૂફટોપ સોલાર ફોર્મથી અરજી કરવાની રહેશે.
સ્ટેપ 3:
ડિસ્કોમ પાસેથી શક્યતાની મંજૂરી માટે રાહ જુઓ. જો તમને શક્યતાની મંજૂરી મળે છે, તો તમે તમારા ડિસ્કોમમાં કોઈપણ નોંધાયેલા વિક્રેતાઓ પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.
સ્ટેપ 4:
ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.
સ્ટેપ 5:
નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા બાદ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવશે.
સ્ટેપ 6:
કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી, પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલો ચેક સબમિટ કરો. ત્યારપછી તમારી સબસિડી બેંક ખાતામાં 30 દિવસની અંદર મળી જશે. આ સાથે તેના પર સબસિડી પણ મળે છે. આ વિશેની દરેક માહિતી તમને https://pmsuryaghar.gov.in/ પર મળી રહેશે. તેમજ તેમાં આપવામાં આવેલ માહિતી અનુસાર જો તમે ઘરમાં 2kW રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તેની કુલ કિંમત 47,000 રૂપિયા થશે. જેના પર સરકાર 18,000 રૂપિયાની સબસિડી આપે છે. આ રીતે ગ્રાહકે રૂફટોપ સોલાર લગાવવા માટે 29,000 રૂપિયા ચૂકવવા પડશે.