- ગાંધીનગરને મેટ્રોની ભેટ, ગિફ્ટ સિટીને મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવી
- ભારતની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન વારાણસી અને દિલ્હી વચ્ચે દોડશે
વડાપ્રધાનના અન્ય કાર્યક્રમોમાં ગાંધીનગરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન અને અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુ મૂલ્યના અનેક વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો સમાવેશ થાય છે. ત્યારે વંદે ભારત ટ્રેનો કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કેન્ટથી બનારસ અને દુર્ગથી વિશાખાપટ્ટનમ સહિતના વિવિધ રૂટ પર ચલાવવામાં આવી છે.
વડાપ્રધાન રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યા બાદ હવે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવા માટે સેક્ટર 1 ખાતે પહોંચ્યા બાદ ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરી લીલીઝંડી આપી. આ ઉપરાંત સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે બહોળી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.
મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધી સવારે 8 થી સાંજે 6:35 વાગ્યા સુધી અને સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી આ ટ્રેન દોડશે.
મોટેરા સ્ટેડિયમથી GNLU રૂટ વચ્ચે કુલ 17 ફેરા
મેટ્રો ટ્રેનની આ સુવિધા દ્વારા મોટેરા સ્ટેડિયમ સેક્ટર-1નું અંતર 35 મિનિટમાં કાપી શકાશે. તેમજ મોટેરા સ્ટેડિયમથી રવાના થઇને આ ટ્રેન 17 મિનિટમાં GNLU પહોંચશે. ત્યારે બંને રૂટ વચ્ચે કુલ 17 ફેરા થશે.
GNLUથી ગિફ્ટ સિટીના રૂટમાં કુલ 19 ફેરા થશે
આ ઉપરાંત GNLU મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન વચ્ચે સવારે 8:25 થી સાંજે 6:35 અને ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી GNLU મેટ્રો સ્ટેશન સવારે 7:18 થી સાંજે 6:48 વચ્ચે દોડશે. GNLU થી PDEU 4 મિનિટમાં અને ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાડશે. તેમજ આ રૂટમાં કુલ 19 ફેરા થશે. આગામી સમયમાં મોટેરાથી સેક્ટર-1 GNLUથી ગિફ્ટ સિટીના ફેરામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.
મોટેરાથી સેક્ટર-1 જવા છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે
સેક્ટર-1થી સવારે 7:20થી આ ટ્રેનનો પ્રારંભ થશે, સવારે 7:36ના GNLU, સવારે 7:55ના મોટેરા પહોંચશે. તેમજ સેક્ટર-1થી છેલ્લી ટ્રેન સાંજે 6:40થી મોટેરાથી સવારે 8 વાગે પહેલી ટ્રેન, સવારે 8:17ના GNLU, સવારે 8:35ના સેક્ટર-1. મોટેરાથી છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે.
મેટ્રોને અત્યાર સુધી રૂ. 64 કરોડની આવક
મેટ્રો રેલમાં 2 ઓક્ટોબર 2022થી ઓગસ્ટ 2024 સુધી કુલ 5.28 કરોડ મુસાફરો નોંધાયા હતા. અને તેનાથી કુલ રૂપિયા 64.76 કરોડની આવક થયેલી છે. આમ, પ્રતિ દિવસે મેટ્રોને સરેરાશ રૂપિયા 9.26 લાખ જેટલી આવક થાય છે.