• પૂર્વ રાષ્ટ્રપતિ જે ગોલ્ફ કલબમાં હતા તેની બહાર એકે 47થી ધડાધડ ફાયરિંગ: એક શખ્સની ધરપકડ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર 64 દિવસ બાદ ફરી એકવાર હુમલાનો પ્રયાસ થયો છે.  સીએનએન અનુસાર, ટ્રમ્પ ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં ઇન્ટરનેશનલ ગોલ્ફ ક્લબમાં રમી રહ્યા હતા ત્યારે ક્લબની બહાર હુમલો થયો હતો. સિક્રેટ સર્વિસે માહિતી આપી છે કે ટ્રમ્પ સુરક્ષિત છે.

ઘટનાની તપાસની જવાબદારી એફબીઆઈને આપવામાં આવી છે.  એફબીઆઈએ કહ્યું કે તેઓ આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે ગણી રહ્યા છે.  સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ પાસે બેરલ અને લગોપ્રો કેમેરા સાથે એકે -47 જેવી રાઈફલ હતી.

રિપોર્ટ અનુસાર, જ્યારે ટ્રમ્પ 5મા હોલ પાસે ગોલ્ફ રમી રહ્યા હતા, ત્યારે સિક્રેટ સર્વિસના એજન્ટોએ ઝાડીઓમાં રાઈફલની બેરલ જોઈ, ત્યારબાદ એજન્ટે તેમના પર ગોળીબાર કર્યો.  તે સમયે ટ્રમ્પ અને હુમલાખોર વચ્ચે 300 થી 500 મીટરનું અંતર હતું.  સિક્રેટ સર્વિસના જણાવ્યા અનુસાર, હજુ સુધી એ જાણી શકાયું નથી કે ટ્રમ્પને ગોળી મારવામાં આવી હતી કે નહીં.  શંકાસ્પદની ઓળખ 58 વર્ષીય રેયાન રોથ તરીકે થઈ છે. આ વર્ષે 13 જુલાઈના રોજ અમેરિકન રાજ્ય પેન્સિલવેનિયાના બટલર શહેરમાં ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું, જેમાં એક ગોળી તેમના કાનમાંથી નીકળી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.