બે બેડરૂમ, લોન્જ, કિચન અને ટોયલેટની સુવિધાથી સજજ સલુન કાર્સ લોકો માટે ખુલ્લી મુકાશે
ટ્રેનોની તો મુસાફરી સામાન્ય છે. પરંતુ લકઝરીયસ ખાનગી ટ્રેનોની મુસાફરી પણ હવે શકય બનશે. જેમાં બે બેડરૂમ, લોન્જ, કિચન અને ટોયલેટની સુવિધા હવે હકિકત બનશે. કારણકે રેલવે અન્વેશક માટે અને લકઝરીયસ ટ્રેનોની સફર માટે સુવિધાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેલવે હવે નોન રેલવે બની જતા ઈન્સ્પેકશન કોચ પ્રોત્સાહન આપશે. જે અંગે આજે રેલવે બોર્ડ ચેરમેન અરવાની લોહાની અને પરિવહન ઉધોગની દિલ્હીમાં મુલાકાત યોજાશે અને લોકોને રેલવેમાં રજવાડી ઠાઠ અપાશે. આ ટ્રેન એ લકઝરીયસ પેસેન્જર કાર બનશે. જેને અગાઉથી બુક કરાવવી પડશે. જેમાં રાત્રે મુસાફરી કરવા માટેની પુરતી સુવિધા રહેશે. હાલ રેલવેને ૩૬૬ સલુન કાર રેલવે ઝોનમાં છે. જેમાંથી ૬૨ એસી કોચ છે. જેને અધિકારીઓ માટે જ બનાવવામાં આવ્યા છે. તેનો લાભ હવે સામાન્ય જનતા પણ લઈ શકશે. જોકે તેનો અર્થ એવો નથી કે તમામ સલુન કાર્સનો હેતુ સામાન્ય જનતા માટે થઈ જશે પરંતુ તેની મારફતે સામાન્ય લોકોને પણ લકઝરીયસ અનુભવ આપવામાં આવશે.