- વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે ત્યારે અર્થતંત્ર ના વિકાસ ની રફતાર તેજ કરવાની દિશામાં અસરકારક પગલાં લેવાય રહ્યા છે
- રાષ્ટ્રના સર્વાંગી વિકાસના અભિગમ ધારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ દેશ અને ખાસ કરીને આર્થિક વિકાસને ખૂબ જ સારી રીતે ફળી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે .
કેન્દ્ર સરકારની યોજનાઓ નો મહત્તમ લાભ ગુજરાતને મળી રહ્યો છે અને કહેવાય છે કે મોસાળે જમણ અને મા પીરસનાર હોય ત્યારે શું બાકી રહે દેશના રાજકારણમાં ગુજરાતનો અત્યારે દાયકો અને ભાગ્યનો સૂર્ય મધ્યાને તપતો હોય તેમ વડાપ્રધાન અને ગૃહ મંત્રી બંને ગુજરાતના પનોતા પુત્ર દેશનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે ગુજરાતનો વટ હોય તે વ્યાજબી જ છે દેશના અર્થતંત્ર ને પણ વડાપ્રધાનની દૂરંદેશી નો મહત્તમ લાભ મળી રહ્યો છે વૈશ્વિક આર્થિક નિષ્ણાતો અને વિવિધ સંસ્થાઓના સર્વેમાં પણ દુનિયાની કટોકટી ભરી આર્થિક સ્થિતિ યુદ્ધના સંકટ અને વૈશ્વિક મહામારી જેવા નકારાત્મક પરિબળો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર અડગ રહેવામાં સફળ રહ્યું છે આ સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને દૂરંદેશી ભરી આર્થિક નીતિને અપાઈ રહ્યો છે, ત્યારે દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો ધરાવતા ગુજરાતના વિકાસને વધુ વેગમાન બનાવવા કેન્દ્ર સરકાર સ્વયં પ્રતિબંધ છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતન ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના ત્રણ દિવસના રોકાણ દરમિયાન ગુજરાતમાં અનેકવિધ નવા વિકાસ કામો ના શુભારંભ નો અવસર સર્જાશે
- ગાંધીનગરમાં ગ્લોબલ રી ઇન્વેસ્ટમેન્ટ એક્સપોના ઉદ્ઘાટન ની સાથે સાથે અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ના બીજા ફેઝનો શુભારંભ જેવા અનેકવિધ વિકાસ કામોને લીલી ઝંડી મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની આ યાત્રા ગુજરાતના વિકાસને નવી ઊંચાઈને રફતાર આપવા નિમિત બનશે, ગુજરાતમાં આંતરમાળખાકીય સુવિધા ની સાથે સાથે વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોતો ના વિકાસ માટે મોટી તક રહેલી છે ,ગુજરાત ઉદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે અગ્રણી રાજ્ય માનવામાં આવી રહ્યું છે જો ગુજરાતમાં અંતર માળખાકીય સુવિધાઓ રોડ રસ્તા બંદર ના વિકાસ અને સરકારની યોજના મુજબ મોટી નદીઓમાં આંતર જળ પરિવહનની યોજનાઓ સાકાર થવાની સાથે સાથે સૂર્ય અને પવન ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની સુવિધા ઉભી થઈ જાય તો ઉદ્યોગિક અને કૃષિ વિકાસની સાથે સાથે ગુજરાત દેશ પરના પેટ્રોલિયમ પેદાશો અને પેટ્રોલ ડીઝલના આયાતના ભારણને ઘટાડવા પણ નિમિત બને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ત્રણ દિવસની આ ગુજરાતી યાત્રા ગુજરાત માટે વર્તમાન અને ભાવિ લાભ આપનારી બની રહેશે તે નિશ્ચિત છે