Jamnagr માં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં હજારો લોકોએ ન્યાયની અપેક્ષા સાથે ભાગ લીધો હતો. ત્યારે આ અદાલતમાં વિવિધ પ્રકારના કાયદાકીય વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ડિસ્ટ્રિક્ટ જજ એન આર જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી આ અદાલતમાં ડોમેસ્ટિક વાયલન્સ, PGVCL વિવાદો અને બેંક સંબંધિત કેસો સહિતના અનેક પ્રકારના કેસોની સુનવણી કરવામાં આવી હતી. તેમજ આ અદાલતમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમણે વિવિધ પ્રકારના કાયદાકીય મુદ્દાઓનું નિરાકરણ કરાવવા માટે અરજીઓ કરી હતી. આ સાથે આ અદાલતમાં ડોમેસ્ટિક વાયલન્સ, PGVCL અને બેંક તકરાર જેવા સંવેદનશીલ મુદ્દાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
ડિસ્ટ્રિક્ટ જજ એન આર જોશીએ આ લોક અદાલતનું નિરીક્ષણ કરીને તેની કાર્યપ્રણાલીની પ્રશંસા કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે, લોક અદાલતએ ન્યાયિક પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનું એક અસરકારક માધ્યમ છે. તેમજ આ અદાલતમાં આવતા તમામ લોકોને મોદકનો પ્રસાદ આપવામાં આવ્યો હતો, જેનાથી સૌનું મન પ્રફુલ્લિત થયું હતું.
આ અદાલતમાં કુલ 16 હજાર કેસોને આઇડેન્ટિફાય કરવામાં આવ્યા હતા. જેમાંથી 8000 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જો કે હજુ પણ 2555 કેસ પેન્ડિંગ છે. તેમજ આ કેસોનો નિકાલ કરવા માટે આગામી દિવસોમાં વધુ લોક અદાલતોનું આયોજન કરવામાં આવશે.
આ લોક અદાલતની સફળતાએ એ વાતને સ્પષ્ટ કરી છે કે, કાયદાકીય વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ સંભવ છે. આ સાથે આવા પ્રયાસોથી ન્યાયિક પ્રણાલીને મજબૂત બનાવવામાં મદદ મળશે અને લોકોના ન્યાયમાં વિશ્વાસ વધશે.
સાગર સંઘાણી