- 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયું એસ.ટી. ડેપો-વર્કશોપ
- વાહન વ્યવહાર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ
surat: ઉધના ખાતે 4.72 કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી. ડેપો-વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ ઉદ્ઘાટન વાહન વ્યવહાર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે ડેપો 9000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યો છે. ડેપો વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ , ઈલેક્ટ્રીક રૂમ, બે રેકોર્ડ રૂમ , રેસ્ટ રૂમ સહિત અધ્યતન સગવડ અને સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે નવનિર્મિત ડેપો વર્કશોપના ઉદ્ઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય , સુરત સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી સહિત અધિકારીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા.
ત્યારે ઉદ્ઘાટન બાદ વાહન વ્યવહાર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસોમાં નવી 80 હાઈટેક વોલ્વો બસો શરૂ કરાશે. જેથી પ્રતિદિન ૨૫ લાખ મુસાફરોને પરિવહન સેવા આપતી એસ.ટી. બસોમાં આગામી સમયમાં 30 લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરશે.
ભાવેશ ઉપાધ્યાય