મુંબઈની હિંસા મામલે જીજ્ઞેશ સામે નોંધાયેલા ગુન્હા બાદ આગામી કાર્યક્રમ કેન્સલ
દલીત આગેવાન જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં અપક્ષ ઉમેદવાર રહીને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે. જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં અનેક લોકો છે. અલબત હવે જીજ્ઞેશે પોતાની પાંખો રાષ્ટ્રીય ફલક પર ફેલાવી છે. મુંબઈ-પુણેની ઘટના બાદ રાજકારણમાં નવો-સવો જીજ્ઞેશ મેવાણી પણ રીઢો રાજકારણી બની રહ્યો હોવાનું જણાય આવે છે. મહારાષ્ટ્રમાં હિંસા ભડકાવવા બદલ તેની સામે કેસ નોંધાઈ ચૂકયો છે.
જીજ્ઞેશ મેવાણીએ આપેલા ભાષણોથી કેટલાક સ્થળે હિંસા ભડકી હોવાના આક્ષેપો થયા છે. મુંબઈની ઘટના બાદ જીજ્ઞેશ મેવાણીનો વધુ એક કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ તેને કેન્સલ કરાવવામાં આવ્યો છે. જીજ્ઞેશ મેવાણી જે.એન.યુ.ના વિદ્યાર્થી નેતા ખાલીદ સાથે મળી રાષ્ટ્રીયકક્ષાએ છવાઈ જવા માંગે છે. અગાઉ ખાલીદ સામે રાજદ્રોહનો આક્ષેપ મુકાઈ ચુકયો છે.
જીજ્ઞેશ મેવાણીની રાજયમાં પ્રસિધ્ધી છે તે વાત સાચી પરંતુ નેશનલ કક્ષાએ મુંબઈ જેવી ઘટનાઓનો ફાયદા માટે ઉપયોગ કરવાની નીતિ યોગ્ય ન હોવાનું ચર્ચાય છે. હાલ તો જીજ્ઞેશ ખાલીદ સાથે હાથ મિલાવી નેશનલ કક્ષાએ ચમકવા પ્રયાસો કરતો હોવાનું જણાય આવે છે.