રાષ્ટ્રીય હિન્દી દિવસ: વિદ્યાર્થીઓને હિન્દી માધ્યમથી શિક્ષણ સાથે જીવન ઘડતરના પાઠ ભણાવતી સુરતના ભટારની ૬૧ વર્ષ જૂની વિદ્યાભારતી હિન્દી વિદ્યાલય ઈ.સ.1963માં દક્ષિણ ગુજરાતની એકમાત્ર પહેલી હિન્દી માધ્યમ શાળા સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં સ્થપાઈ હતી. સોલાર સિસ્ટમ, સ્માર્ટ બોર્ડ, કમ્પ્યૂટર લેબ, લાઈબ્રેરી, ફાયર સેફ્ટી, RO પાણી, CCTV કેમેરા, ગાર્ડન, રમતગમતના મેદાન જેવી આધુનિક સુવિધા ધરાવતી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં 5500 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. પાંચ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ સ્માર્ટ શિક્ષણ મેળવી રહ્યાં છે.
ગરીબ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ, ગણવેશ અને પાઠ્યપુસ્તકો શાળા તરફથી આપવામાં આવે છે. આચાર્ય અર્જુનસિંહ પરમાર ઈ.સ.1947 માં ભારત સ્વતંત્ર થયું, ત્યારે દેશની સામે સૌથી મોટો પ્રશ્ન સત્તાવાર ભાષાની પસંદગીનો હતો. ભારત હંમેશા વિવિધતાનો દેશ રહ્યો છે, અહીં સેંકડો ભાષાઓ અને બોલીઓ બોલાય છે. તત્કાલીન સરકારે રાષ્ટ્રભાષા અંગે ઘણો વિચાર વિમર્શ કર્યા બાદ હિન્દી અને અંગ્રેજી ભાષાને નવા રાષ્ટ્રની ભાષા તરીકે પસંદ કરી હતી. બંધારણ સભાએ અંગ્રેજોની સાથે દેવનાગરી લિપિમાં લખેલી હિન્દીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી, ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દી દિવસે સુરતના ગોપીપુરા વિસ્તારમાં ઈ.સ.1963માં સ્થપાયેલી દક્ષિણ ગુજરાતની એક માત્ર અને સૌપ્રથમ હિન્દી વિદ્યાલય હિન્દી ભાષાના ગૌરવને વધુ દિવ્ય બનાવી રહી છે.
સોલાર સિસ્ટમ, સ્માર્ટ બોર્ડ, કમ્પ્યૂટર લેબ, લાઈબ્રેરી, ફાયર સેફ્ટી, RO પાણી, CCTV કેમેરા, ગાર્ડન, રમતગમતના મેદાન જેવી આધુનિક સુવિધા ધરાવતી વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયમાં 5500 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. અહીં નેપાળથી કન્યાકુમારી સુધીના બાળકો અભ્યાસ કરવા આવે છે.
યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ નેશનલ લેવલ સુધી પહોંચ્યા છે. વિદ્યાલયમાં NCCનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. વર્ષમાં બે વાર નિયમિતપણે આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે. ગરીબ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ, ગણવેશ અને પાઠ્યપુસ્તકો શાળા તરફથી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના જીવનમાં ખેલકૂદ પણ અગત્યનો ભાગ ભજવે છે, એ વાતને ધ્યાને રાખીને સ્કુલ મેનેજમેન્ટ દ્વારા ગવિયરમાં સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે