- ખેડૂતોને પ્રતી ચોરસ મીટરે વળતરમાં ઘટાડો
- વીજલાઇન કચ્છના લાકડીયાથી અમદાવાદ સુધી નાખવામાં આવશે
Morbi: અમદાવાદ લાકડીયા 765 કેવીની હેવી વીજ લાઈન નાખવાના પ્રોજેક્ટની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આ શરૂઆત થયાની સાથે જ વળતર મુદ્દે ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે અને હવે આ અસંતોષ ધીરે ધીરે આંદોલનનો આકાર લેવા તરફ જઈ રહ્યો છે માળીયા મીયાણા અને હળવદ અને કચ્છ જિલ્લાના સહિત અનેક તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ગામમાં બેનર લગાવીને પાવર ગ્રીડ વીજ કંપનીના કર્મચારીઓને પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આગામી સમયમાં ખેડૂતો મોરચો ખોલવાની તૈયારીઓ કરી રહ્યા છે.
મોરબી જીલ્લાના માળીયા મિયાણા અને હળવદ તાલુકાના અમુક ગામોમાં આવેલ ખેતરોમાંથી પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવી ની હેવી વીજલાઇન પસાર કરવાના પ્રોજેક્ટ ની શરૂઆત થઈ ચૂકી છે આ વીજલાઇન કચ્છના લાકડીયા થી અમદાવાદ સુધી નાખવામાં આવનાર છે પરંતુ ખેતરોમાં વીજપોલ મૂકવા માટે ખેડૂતને ચૂકવવામાં આવનાર વળતર સામે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં જનાઇ રહ્યા છે.
આ વળતર વિશે વાત કરીએ તો માળીયા મીયાણા ના વેજલપર ગામે વર્ષ ૨૦૨૧માં સ્ટર લાઈટ કંપની દ્વારા એક હેવી વીજલાઇન નાખવાના આવી હતી જે કંપની દ્વારા ખેડૂતોને પ્રતી ચોરસ મીટર ૧૦૦૩ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું ત્યારે હાલમાં આ જ રૂટ પર પાવરગ્રીડ નામની કંપની દ્વારા હેવી વીજલાઇન નો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મોંઘવારીના હિસાબે વર્ષ ૨૦૨૧માં અન્ય કંપની દ્વારા જે વળતર ચૂકવવામાં આવ્યું હતું તે વળતર માં વધારો થવો જોઈએ અથવા તો તેટલું જ આપવું જોઈએ પરંતુ હાલમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને માત્ર 125 થી 150 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે
ત્યારે આ વળતર સામે ખેડૂતો એ વિરોધ શરૂ કર્યો છે અને જ્યાં સુધી પૂરતું વળતર નહિ મળે ત્યાં સુધી વીજ કંપની નું કામ આગળ નહિ ચાલવા દેવાનો સંકલ્પ લિધો છે સાથે જ આ અસંતોષ પામેલા ખેડૂતો દ્વારા ગામોમાં બેનર લગાવવામાં આવ્યા છે અને પાવર ગ્રીડ વીજ કંપનીના કર્મચારીઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે .તેમજ વીજ કંપની ના કર્મચારીઓ આવે તો નાના મોટા ઘર્ષણ ના બનાવો પણ બનતા હોય છે તેમજ આ મામલે તેઓએ મોરબી જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો ને સાથે રાખીને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છતાં નિરાકરણ ન આવતાં હવે આગામી સમયમાં કચ્છ મોરબી તેમજ પ્રોજેક્ટ અંતર્ગત આવતા ગામોના ખેડૂતો ગાંધીનગરમાં મોરચો માંડવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે.