• 177 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે: 10 મેના રોજ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ આ ધરપકડને ગેરકાયદે ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બે તપાસ એજન્સીઓએ કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. દિલ્હીના સીએમને ઇડી કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જો કેજરીવાલને આજે સીબીઆઈ કેસમાં જામીન આપ્યા છે તેઓ 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે. કેજરીવાલની 21 માર્ચે ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેમને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ

તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યો હતો. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.