વોલ્વો કંપની ટૂંક સમયમાં V40 કારનું નવું મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે. વોલ્વો કંપની આ કારને ઇલેક્ટ્રીક કાર તરીકે લોન્ચ કરશે. વોલ્વોની આ કાર 2019 માં લોન્ચ થાય તેવી શક્યતા છે. અહેવાલો પ્રમાણે ભારત સરકારનો લક્ષ્ય દરેક માર્ગ પર પેટ્રોલ-ડીઝલ વગરની કાર 2030 સુધીમાં દોડવાનો છે. 2030 સુધીમાં ભારતીય રસ્તા પર બેટરીથી ચાલતી ગાડી જોવા મળશે.
વોલ્વો કંપનીની આ કાર CMA પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. વોલ્વો કારના ઇલેક્ટ્રીક મોડેલમાં કંપની ઘણા ફેરબદલાવ કરે તેવી શક્યતા છે. જોકે હાલના સમયમાં ઘણી કંપનીએ ઇલેક્ટ્રીક કાર બનવાનું શરૂ કરી દીધી છે.
વોલ્વો કંપની આ કારને ઇલેક્ટ્રીકની સાથે સાથે પેટ્રોલ-ડીઝલના મોડલમાં પણ લોન્ચ કરશે, સાથે સાથે ઇલેક્ટ્રીક મોડેલમાં ઘણા નવા ઓપસન પણ આપશે જે બેટરીની પાવરક્ષમતા આધારે હશે. અને કંપનીએ આ કારની કિમત અંગે કોઈ ખૂલાસો કર્યો નથી.