Okha: ઓખાના દરિયા કિનારે આવેલ 6 દાયકા પુરાણું સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ મોહત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છઠ્ઠા દિવસે 1100 લાડુના અન્નકૂટ સાથે સમૂહ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવા મા આવેલ જેમા મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. આ સાથે છેલ્લા 10 વર્ષથી ચાલતી ઓખા કા રાજા ગણેશ મોહત્સવ મા 108 દીપમાલાની ભવ્ય આરતી રાખવામાં આવી હતી. જેના મુખ્ય યજમાન કિશોરભાઈ માણેક પરિવાર રહ્યા હતા.. અહીં બાળકો અને યુવાનોમાં ગણેશ મોહત્સવ ઉજવવા નો ઉત્સાહ વધારે જોવા મળ્યો છે. આ મોહત્સવ 11 દિવસનો રહેશે તો સર્વ ભક્તજનો એ આ ઉત્સવમાં જોડાવા શિવ ભક્ત ધારાસભ્ય પબુભા માણેકે અનુરોધ કર્યો હતો.
હરેશ ગોકાણી