- ગત 3 સપ્ટેમ્બરની રાત્રે ખુલ્લી ગટરના ઢાંકણા પર થી બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા અખબાર વિક્રેતા વનરાજસિંહ જાડેજાનું સારવાર દરમિયાન મોત
Rajkot: મનપાની બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો હોઈ તેવી ઘટના સામે આવી છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો અને તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રૌઢનું 9 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર જાગી છે. જેમાં ગટર ઉપરથી ટુ-વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ 15 ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે.
બનવા વિશે મળતી વધુ મહતી મુજબ પ્રૌઢ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા પોતાનું બાઈક ગટરના તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થયું હતું અને તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં 9 દિવસ બાદ ગઈકાલે તેઓનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઇ ગયો હતો.