- મૈસુર મહારાજા રાજાભૈયા, માંધાતાસિંહજી, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી વિરેન્દ્રસિંહજી અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે
- ‘અબતક’ મીડિયાના મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે કાર્યવાહક ટીમના સભ્યોએ સંસ્થાની અને કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરી
દેશમાં આઝાદી પૂર્વેથી જ રાજપુત ગરાસદાર સમાજ ના શૈક્ષણિક સામાજિક વિકાસ માટે વવાયેલા બીજને વટ વૃક્ષનું સ્વરૂપ આપવા શૈક્ષણિક ઉત્કર્ષ સાથે સંકળાયેલી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ નો 50મો વિદ્યા સત્કાર સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે.અબતક મીડિયા હાઉસની ની મુલાકાતે આવેલા રાજપૂત સમાજના આગેવાનો અશોક સિંહ વાઘેલા (લોલીયા), રાજદીપસિંહ જાડેજા (વાવડી), સત્યજીતસિંહ જાડેજા (કાળીપાટ), તીર્થરાજ સિંહ ગોહિલ (ત્રાપજ) ચંદ્રસિંહ જાડેજા( ખોખરી) દિલજીતસિંહ જાડેજા (સાપર) રાજદીપસિંહ રાણા (વણા), મયુર સિંહ પરમાર (મૂળી ) વિજય સિંહ જાડેજા (વિસોત્રી) અને રીબના રાજવી જયદેવસિંહ જાડેજાએ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ ના 50 માં વિદ્યા સત્કાર સમારોહ ની વિગતો આપતા જણાવ્યું હતું કે બદ્રીના કુંવર રઘુરાજ પ્રતાપસિંહ રાજા ભૈયા (કુંડા પ્રતાપગઢના ધારાસભ્ય) તથા મૈસુર મહારાજા અને ઠાકોર સાહેબ માધાતાસિંહ ઓફ રાજકોટ સહિતના મહાનુભાવની ઉપસ્થિતિમાં 300 થી વધુ ક્ષત્રિય પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું રવિવાર 15 સપ્ટેમ્બરે બપોરે 2:00 વાગે રાજકોટના ઐતિહાસિક ટાગોર માર્ગ પર આવેલ હેમુ ગઢવી હોલમાં સતકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુ વિગત મુજબ શહેરના રજપૂત પરા સ્થિત શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વરસે 50મો વાર્ષિક વિદ્યા સમારંભમા તારીખ 15 ને રવિવારે બપોરે અઢી કલાકે ટાગોર રોડ પર આવેલ હેમુ ગઢવી હોલ ખાતે સરસ્વતી સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભના મુખ્ય ઉદ્ઘાટક તરીકે હિઝ હાઇનેશ યદુવિર ક્રિષ્નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર(સાંસદ), મુખ્ય મુખ્ય અતિથિ તરીકે કુંવર સાહેબ રઘુરાજપ્રતાપસિંહજી (ભદરી) રાજા ભૈયા (ધારાસભ્ય કુંડા પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ), પ્રમુખ સ્થાનેથી ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા ઓફ રાજકોટ, પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય,અબડાસા), વિરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય ,રાપર) , ધર્મેન્દ્રસિંહ જાડેજા ( પૂર્વમંત્રી રાજ્ય સરકાર) અને મયુરધ્વજસિંહજી જાડેજા (મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીએમજી ગ્રુપ) સહિતના સામાજિક રાજકીય અગ્રણીઓના હસ્તે તેજસ્વી તારલા ઓનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં સહ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા)સ્ટડી સર્કલ , કાર્યવાહક સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.
મૈસુર રાજઘરાનાનો સૌરાષ્ટ્રના રજવાડા સાથે પારિવારિક સંબંધો
મૈસુર રાજ ધરાનાને કોટડાસાંગાણી અને રાજકોટ રાજ પરિવાર સાથે પારિવારિક સંબંધો રહ્યા છે. રાજકોટ ના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી ના પુત્ર અને યુવરાજ સાહેબ જયદીપસિંહજી (રામ રાજા) હિઝ હાઇનેશ યદુવિર ક્રિષ્નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર સાઢુભાઈ થાય છે. જ્યારે કોટડાસાંગાણીના છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહજીને તા.10-12-1940ના રોજ કોટડા ની રાજગાદીનો સંપૂર્ણ હવાલો સોંપાયો હતો. રાજવી અભ્યાસમાં અને રાજય વહિવટની તાલિમમાં નિપુણતા મેળવવામાં ખૂબ નીપુલ હતા. રાજવીએ ઈંગલેન્ડ અભ્યાસ કરી ઉચ્ચ પદવી મેળવી હતી.રાજવી પ્રદ્યુમનસિંહજીના લગ્ન મૈસુરના મહારાજા સ્વ. કાન્તિરાવ નરસિંહારાજા વાડિયારના રાજકુંવરી વિજયાલક્ષ્મીદેવી સાથે ઈ.સ. 1942માં થયા હતા. રાજવીની જાન રીબડાથી સ્પેશ્યલ
ટ્રેન દ્વારા મૈસુર ગયેલી.મૈસુરના રાજવી પરિવારે કોટડાની જાનનુ શાનદાર રીતે ભવ્ય સ્વાગત કરીને સામૈયા કરવામાં આવ્યું હતું. આઝાદી પછી રાજવી પ્રદ્યુમનસિંહજી ભારત સરકારમાં ઈન્ડીયન ફોરેન સર્વીસમાં નિયુકત થઇ અનેક દેશોમાં હાઈ કમિશનર તરીકે ફરજ બજાવી દેશનું અને કોટડા સાંગાણીનુ નામ રોશન કર્યું હતું. આવી ભવ્ય પરંપરા ધરાવતો મૈસુરનો રાજવી પરિવાર આજેય સૌરાષ્ટ્રના રાજવી રાજકોટ,વઢવાણ, કોટડાસાંગાણી, આરંભડા અને લખતર તાલુકાના વણા ગામ વગેરે સાથે સગાસબંધી તરીકેના પારિવારિક સબંધો ધરાવે છે.
ચંદ્રસિંહજીને “રાષ્ટ્રના વીર સેનાની”નું વલ્લભભાઈ પટેલએ બિરૂદ આપ્યું હતું
ભાડવા ચંદ્રસિંહજી બાપુના શૌયે અને સાહસથી સરદાર સાહેબ પૂરા માહિતગાર હતા. તેમાં પણ જુનાગઢને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે બાપુને શાબાશી આપતા “રાષ્ટ્રના વીર સેનાની” તરીકે બિરૂદ આપી જણાવેલ કે “વાહ દરબાર સાહેબ વાહ, આપનુ નામ ઈતિહાસમાં અમર થઈ જાય એવું શૌર્ય ભર્યું
સાહસ કરી બતાવ્યુ છે.”ભાડવા દરબારશ્રીએ ઘરખેડના પ્રશ્ને અન્યાય થતા અનેક ઉપવાસ આંદોલન કરી ધારી સફળતા મેળવી હતી. અનેક પ્રસંગોએ અપ્રતિમ શૌયે બતાવેલ છે. તેથી જ દરબાર સાહેબનુ નામ સમગ્ર ભારતમાં તો શું વિદેશોમાં પણ મશહુર થયેલું. એ સમયગાળામાં દિલ્હીમાં કોંગ્રેસનુ પ્રથમ અધિવેશનમા ભાડવા દરબાર સાહેબનુ આગમન થયુ ત્યારે ” દેખો, દેખો યે સૌરાષ્ટ્રકા શેર આયા” કહીને જનસમુદાયે ઉભા થઈ તાલિઓના ગડગડાટ વધાવી લીધું હતું. છેલ્લા 50 વર્ષથી રાજકોટ ખાતે શ્રી ચંદ્રસિંહજી પાડવા સ્ટડી સર્કલ નામની સંસ્થા વિદ્યાર્થી સત્કાર સમારંભ ચલાવી રહી છે