- ભકિતભાવપૂર્વક ‘અબતક’નાં પરિવારજનો ગણપતિનું પૂજન કરી ધન્ય બન્યાં: ‘અબતક’ મીડિયા હાઉસ ગણપતિમય બન્યું
ગણપતિ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દબદબાભેર ગણપતિ મહોત્સવનુ અનેક જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ‘અબતક’ના આંગણે પણ હર્ષભેર દુંદાળાદેવને બિરાજમાન કરાયા છે. સ્ટાફ-પરિવાર દ્વારા સવાર-સાંજ આરતી-પ્રસાદનું સુંદર આયોજન થઈ રહ્યું છે. ભકિતભાવ પૂર્વક ‘અબતક’નાં પરિવારજનો ગણપતિનું પૂજન કરી ધન્ય બની રહ્યા છે. બાપાને દરરોજ નીત-નવી પ્રસાદી ધરવામાં આવે છે. ‘અબતક’ મીડીયા હાઉસ જાણે ગણપતિમય બન્યું હોય તેવા દ્રશ્યો નજરે ચડ્યા હતા. આજે ગણપતિબાપાના સ્થાપનાના છઠા દિવસે રાજકોટ રેન્જ આઇજી અશોકુમાર યાદવ અને ’અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા અને સમગ્ર સ્ટાફે દુંદાળાદેવની મહાઆરતીનો લાભ લીધો હતો.
શહેરમાં કોઈ ત્રણ દિવસ, કોઈ પાંચ દિવસ તો કોઈ દસેદસ દિવસ દાદાની પુજા-અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરશે મોટા-મોટા પંડાલોમાં દરરોજ રાત્રીનાં વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. આખો દિવસ દર્શનાર્થે આવતા તમામ ભકતોને લાડવા ગુંદીની પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે.અબતક મીડિયા જાણે ગણપતિમય બની ગયું છે. દુંદાળાદેવને સર્વે વિઘ્નો હરી લેવા આરાધના થઈ રહી છે.