- બનાસકાંઠાના ધાનેરામાં 3 ઈંચથી વધુ, તો અરવલ્લીના ધનસુરામાં દોઢ ઈંચ વરસાદ
Gujarat rain: ઓગસ્ટ મહિનામાં ગુજરાતભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ સપ્ટેમ્બરમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે ફરી એક વાર વરસાદી સીસ્ટમ સક્રિય બની છે. જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના ગણ્યાગાંઠ્યા ભાગોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. એવામાં રાજ્યના 85 જેટલા તાલુકામાં સવા 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આજે ગાંધીનગરથી જાહેર થયેલા આંકડા અનુસાર, આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સૌથી વધુ 3.23 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અરવલ્લીના ધનસુરામાં 1.57 ઈંચ, મહેસાણામાં 1.42 ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 1.34 ઈંચ, પંચમહાલમાં 1.26 ઈંચ, મહિસાગરના વીરપુરમાં 1.26 ઈંચ, પંચમહાલના મોરવાહડફમાં 1.18 ઈંચ, ભરૂચના વાલિયામાં 1.18 ઈંચ,બનાસકાંઠાના પાલનપુરમાં 1.10 ઈંચ, નવસારીના જલાલપોરમાં 1.10 ઈંચ, દાહોદમાં 1.06 ઈંચ તેમજ ભાવનગરના મહુવામાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો હતો. આખા દિવસ દરમિયાન રાજ્યના 13 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન 12 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો. જે પૈકી સૌથી વધુ 1.34 ઈંચ વરસાદ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં નોંધાયો હતો. આ સિવાય સુરત શહેરમાં 16 મિ.મી., અમરેલીના સાવરકુંડલામાં 13 મિ.મી. તેમજ ભરૂચના નેત્રંગમાં 10 મિ.મી વરસાદ પડ્યો છે.