Patan: સરસ્વતી નદીમાં મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યાં હતા જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા. તેમજ 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ, એમ્બ્યલન્સ, પોલીસ SDM, મામલતદાર તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

આ અંગે વધુ મળતી માહિતી મુજબ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજના એકજ પરિવારના ચાર સભ્યો ડૂબી જતા મોત થતાં હતા. આ તરફ હવે મૃતક પરિવારનાં ગણપતિ વિસર્જનનાં ગણપતિ સાથેના ફોટા સામે આવ્યા હતા. પાટણમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરતા સમય એક જ પરિવારના સાત લોકો ડૂબ્યા હતા. જેમાં ગઇકાલ સાંજે 1 યુવકનો મૃતદેહ મળ્યો હતો જ્યારે 3ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે 4 લોકોની શોધખોળ ચાલી રહી હતી ત્યારે આ ત્રણેયના પર મૃતદેહ મળી આવ્યા છે.

ચાર મૃતકોની નીકળી અંતિમયાત્રા:

આ દુર્ઘટનામાં માતા શીતલબેન પ્રજાપતિ પુત્ર દક્ષ પ્રજાપતિ અને જીમિત પ્રજાપતિ તેમજ મામા નયન પ્રજાપતિનું અવસાન થયું હતું. આ તમામ ચાર મૃતકોની અંતિમયાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા છે. પાટણના વેરાઈ ચકલા વિસ્તારથી નીકળેલ આ અંતિમયાત્રા પદ્મનાભ મુક્તિધામ સ્મશાન ખાતે લઈ જવાશે. અહી નોંધનિય છે કે, દૂર્ધટના સ્થળે 2 JCB તેમજ 4 ટ્રેક્ટરની લાઈટો કરવામાં આવી હતી સાથો સાથ જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બનાવના પગલે 8 જેટલી 108 એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી છે. બેરેજમાં ડૂબેલા ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.