- ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.14789 નો મુદ્દામાલ કરાયો જપ્ત
Patan: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોક્ટરોની હાટડીયો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની બુમરાણ વચ્ચે ગતરોજ પાટણ એસ.ઓ.જી પોલીસ ટીમે બાતમીના આધારે હારીજ તાલુકાના તંબોડીયા ગામની ડેરી ની બાજુ માં ભાડા ના મકાન માં કોઇ પણ જાતની ડોકટરી ડીગ્રી વીના ડોકટર તરીકેનુ રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા પોલીસ વડાએ પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી (બોગસ)ડોકટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના અન્વયે પાટણ એસ.ઓ.જી.પો.ઇન્સ.આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી ટીમ પાટણના હારીજ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે હારીજ ના તંબોડીયા ગામની ડેરી બાજુ મા ભાડાના મકાન મા સમીરભાઈ હનીફભાઈ તુવર રહે મુજપુર,નાનો કસ્બો તા શંખેશ્વર જિ.પાટણવાળો કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનુ રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો છે જે હકીકત આધારે પાટણ એસ ઓ જી પોલીસ ટીમે ધટના સ્થળે પહોંચી તપાસ કરતા ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા આમ બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.14789 ના મુદ્દામાલ સાથે બોગસ તબીબ ની ધરપકડ કરી હારીજ પો.સ્ટે ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
દીપક સતવારા