• દધ્યંગ કાકડીયાએ 16 મહિનાથી 2 થી 3 કલાક તૈયારી કરી મેળવી  અનેરી સિધ્ધી
  • 12 વર્ષના કિશોરની અનેરી સિદ્ધિ: માત્ર 1 મિનિટમાં અને કાકડિયા દધયંગ 75 ગુણાકારના દાખલા ગણીને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યૂ

કોણ કહે છે કે સ્વપ્ન સાચા નથી થતાં? જો દિલથી મહેનત કરી હોય તો કંઈપણ અશક્ય નથી. ગોંડલના કિશોરે એ સાબિત કરી બતાવ્યું છે કે જો શિક્ષકો અને માતાપિતા દ્વારા યોગ્ય માર્ગદર્શન મળે અને મહેનત કરવામાં આવે તો સફળતાની સિદ્ધિ સુધી પહોંચી શકાય છે. કાકડિયા દધયંગ એ 75 ગુણાકારના દાખલા ગણીને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડસમાં નામ નોંધાવ્યા છે. આમ, 12 વર્ષના કિશોરે ગણિતની દુનિયામાં અદ્વિતીય રેકોર્ડ બનાવ્યા છે, જેના માટે તેઓ છેલ્લા 16 મહિનાથી રોજની 2થી 3 કલાકની તૈયારી કરતા હતા.

માત્ર 1 મિનિટમાં ગણિતના અઘરા દાખલા ગણીને રેકોર્ડ સર્જ્યો તમને કોઈ પૂછે કે 68 ને 7 વડે ગુણીએ તો શું જવાબ આવે ? શું આવો જવાબ કોઈ સાંભળતાંવેંત તરત જ આપી શકે? અને કદાચ જો કેલ્ક્યુલેટરમાં આ જોઈએ તોપણ 5 સ્વિચ દબાવતાં પણ 3 સેક્ધડ તો થાય જ. જો જવાબ લખવાનું કહે તો 2 આંકડા લખવામાં પણ 2 સેક્ધડ તો જોઈએ. હવે જો કોઈ પૂછે કે 1 મિનિટમાં આવા કેટલા ભાગાકાર કે ગુણાકાર થઈ શકે તો આપણો જવાબ શું હોય વિચારો જરા. તો આ કિશોરે માત્ર 1 જ મિનિટ એટલે કે ખાલી 60 સેક્ધડની અંદર ગણિતના અઘરા કહી શકાય એવા ગુણાકારનો અદભુત, અદ્વિતીય અને અકલ્પનીય દાખલા ગણીને રેકોર્ડ બનાવ્યો છે.

અબેક્સ એ બાળકો માટે અભ્યાસનું એક ગાણિતિક સાધન છે. આ બાળક એ શરૂઆતમાં તેના ઉપયોગ દ્વારા મહારથ હાંસલ કર્યો હતો. હવે આ બાળક કોઈપણ ગુણાકાર-ભાગાકારના દાખલા આંખના પલકારાની ઝલકમાં જ સોલ્વ કરી શકે છે.

બાળકોમાં અદભુત શક્તિઓ પડેલી છે. જરૂર છે બસ તેમનામાં રહેલી આ શક્તિઓને ઉજાગર કરવાની. તેમને યોગ્ય વ્યક્તિ દ્વારા ચોક્કસ માર્ગર્શન મળી રહે, માતા-પિતા બાળકોમાં પૂરો વિશ્વાસ મૂકે તો બાળકો તેમના મનગમતા ક્ષેત્રમાં વિકાસ કરશે જ. માત્ર તેમને પૂરતી તક આપવી એટલું જ નથી, પરંતુ પ્રોત્સાહન અને સમય પણ આપવો પડે. રાતોરાત કોઈ જ સિદ્ધિ નથી મળતી. સખત અને યોગ્ય દિશામાં જો થાક્યા કે નિરાશ થયા વગર કોઈ બાળક મહેનત કરે તો તે ધારે એ મેળવી શકે છે. ગોંડલનાં આ બાળક ની સિદ્ધિ માટે તેમને ગોંડલના પ્રબુદ્ધ નાગરિકો અને સંસ્થાઓ દ્વારા આ અનેરી સિદ્ધિ માટે અભિનંદન આપવામાં આવી રહ્યાં છે.

ડો.દીપક મશરૂ દ્વારા સર્ટિફિકેટ-મેડલથી સન્માન

ગોંડલનાં બાળક એ નવા ઇતિહાસનું સર્જન કર્યું છે. કાકડિયા દધયંગ દિલીપભાઈએ મલેશિયા ખાતે યુસીમાસની મેન્ટલ એરિથમેટિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને દ્વિતીય રેન્ક મેળવેલો છે. આ બાળક નું ડો.દીપક મશરૂ દ્વારા સર્ટિફિકેટ અને મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડો દીપક મશરૂ મલ્ટીપલ રેકોર્ડ બુક્સ સંસ્થા સાથે સંકળાયેલા છે અને તેમના માર્ગદર્શન હેઠળ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

આ આવડત અબેક્સના માધ્યમથી વિકસાવી આ આવડત તેમણે અબેક્સના માધ્યમથી વિકસાવી છે. અબેક્સ દ્વારા બાળકોની

એકાગ્રતા, નિરીક્ષણ શક્તિ, ઝડપ, યાદશક્તિ આ બધું ખૂબ જ વધે છે. માતા-પિતા જો બાળકને મોબાઈલના બદલે કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિમાં લગાડે તો ચોક્કસ બાળકમાં રહેલી નવી-નવી ક્ષમતાઓ બહાર આવે જ. નવી એજ્યુકેશન પોલિસી પણ બાળકોને આજ બાબત પર લઈ જાય છે. કોઈપણ બાળકનું લક્ષ્ય માર્ક્સ નહિ, સ્કિલને ડેવલપ કરવા માટે હોવું જોઈએ, સાથે જ માતા-પિતાએ અપેક્ષા રાખ્યા વગર બાળકને કોઈપણ એક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવાનો છે.

ગણિતની દુનિયામાં અદ્વિતીય રેકોર્ડ

ટેક્નોલોજીના આ યુગમાં જ્યારે મોટા ભાગનાં બાળકો હવે ભણવામાં પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા લાગ્યાં છે. ત્યારે ગોંડલનાં બાળક એ માનવમગજની અદભુત ક્ષમતાઓ ફરી એક વખત સાબિત કરી આપી છે. જો કોઈ બાળક ધ્યાન દઈને એનો ઉપયોગ કરે તો તેના માટે કંઈ જ અશક્ય નથી. બાળકોને ગણિત આજે એક અઘરો વિષય લાગતો હોય છે. ટેબલ કે ઘડિયા પાકા કરવાના હોય કે ભાગાકાર ગણવાના હોય ત્યારે મોટે ભાગે બાળકો મૂંઝાઈ જતાં હોય છે. ત્યારે ગોંડલનાં બાળક એ અદભુત કમાલ કરી બતાવ્યો છે. માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરાના માર્ગદર્શન નીચે 12 વર્ષના કાકડિયા દધંગ દિલીપભાઈએ ગણિતની દુનિયામાં વિશ્વ સમક્ષ અદ્વિતીય રેકોર્ડ કર્યો છે.

બાળકોની સિદ્ધિમાં માતા-પિતાનું યોગદાન

દીકરા થકી પિતાની ઓળખ ઊભી થાય એ ક્ષણ આવી કાકડિયા દધયંગ દિલીપભાઈ રાજકોટ રહે છે. દિલીપભાઇ એકાઉન્ટિંગની ઓફિસ ધરાવે છે. રાજકોટથી ગોંડલ રિવર્સ અપડાઉન કરે છે. તેમણે જણાવ્યું હતું કે લોકો નાના સિટીમાંથી મોટા સિટીમાં અભ્યાસ માટે જાય છે, પણ મારા બાળકને આગળ કરવા માટે હું રાજકોટથી ગોંડલ કલાસીસ કરવા માટે મોકલું છું. વર્તમાન સમયમાં કોઈપણ પેરેન્ટ્સ માટે આ એક ઉત્તમ ઉદાહરણરૂપ છે. તેમણે પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેને સારામાં સારી તાલીમ મળી શકે એ માટે રાજકોટથી ગોંડલ અઠવાડિયામાં બાળકના અનુકૂળ સમય પર પહોંચતા અને તેને શીખવા માટે પ્રોત્સાહન આપતા હતા. સામાન્ય રીતે કોઈપણ સ્પર્ધામાં માતાપિતા રેન્ક માટે જ ભાગ લેવડાવતાં હોય છે. ત્યારે દિલીપભાઈએ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર સત્તત ત્રણ વર્ષ બાળક માટે પૂરતો સમય ફાળવ્યો અને આજે દીકરા થકી પિતાની ઓળખ ઊભી થાય એ ક્ષણ આવી ગઈ છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.