મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે બનાવાશે અદ્યતન કોમ્યુનિટી હોલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૪માં મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે ‚રૂ.૨.૬૬ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજજ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે જેનું ખાતમુહુર્ત આગામી રવિવારના રોજ રાજય સરકારના અન્ન નાગરીક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવશે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની અને બાંધકામ કમિટીના ચેરમેન મુકેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શુભ પ્રસંગો માટે નજીવા દરે કોમ્યુનિટી હોલની સુવિધા મળે તેવા શુભ આશયથી જુદા જુદા વિસ્તારોમાં કોમ્યુનીટી હોલ બનાવવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૦૧૭-૧૮ના બજેટમાં વોર્ડ નં.૪માં કોમ્યુનિટી હોલની સુવિધા મળે તે માટે બજેટ જોગવાઈ કરવામાં આવેલ. જેના અનુસંધાને તા.૭/૧/૨૦૧૮ના રોજ વોર્ડ નં.૪માં સાંજના ૫:૦૦ કલાકે જુના જકાતનાકા પાસે મોરબી રોડ ખાતે ‚રૂ.૨.૬૬ કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર અદ્યતન કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.
વોર્ડ નં.૪માં ‚રૂ.૨.૬૬ કરોડના ખર્ચે બનનાર અદ્યતન કોમ્યુનીટી હોલનું ૨૩૧૩૪ ચો.ફુટ બાંધકામ કરવામાં આવનાર છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર સ્ટોર રૂમ, ઓફિસ, બે સ્ટેર કેસ, લીફટ, લેડીસ તથા જેન્ટસ ટોઈલેટ બ્લોક, ફર્સ્ટ તથા સેક્ધડ ફલોર પર કોમ્યુનિટી હોલ, ચાર રૂમ વિથ ટોઈલેટ, કિચન, બે સ્ટેર કેસ, લીફટ, લેડીસ તથા જેન્ટલ ટોઈલેટ બ્લોક સુવિધા આપવામાં આવનાર છે.
આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મધુબેન કુગશીયા, વિપક્ષ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા, વોર્ડ નં.૪ના કોર્પોરેટર અશ્ર્વિનભાઈ મોલીયા, રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, ભાજપ અગ્રણી દેવદાનભાઈ કુગશીયા,કંકુબેન ઉઘરેજા, ધર્મિષ્ઠાબેન પરમાર, પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, મહામંત્રી સી.ટી.પટેલ, કાનાભાઈ ડડૈયા ઉપરાંત વોર્ડ નં.૪ના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે