Vadodra માં રોગચાળો સતત હાહાકાર મચાવી રહ્યો છે. જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં ડેન્ગ્યુના 29 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે,મેલેરિયાના 2 કેસ નોંધાયા છે. અને શંકાસ્પદ મેલેરિયાના 954 કેસ નોંધાયા છે. તેમજ કોલેરાના વધુ 1 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે ખાનગી અને શહેરી આરોગ્ય કેન્દ્રોના ડેટા પણ બહાર આવે તો રોગચાળાની વાસ્તવિકતા સામે આવી શકે તેમ છે.

24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા:

શહેરમાં રોગચાળો વકર્યો છે,જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. આ સાથે ડેન્ગ્યુના 29 શંકાસ્પદ દર્દીઓની સાથે મેલેરિયાના 2 કેસ પણ નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના વધુ 954 દર્દીઓ નોંધાયા છે, જે તંત્રની ચિંતામાં વધારો કરે છે. આ સિવાય કોલેરાના વધુ 1 કેસ નોંધાયો છે. ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરનો ડેટા પણ બહાર આવે તો રોગચાળાની વાસ્તવિકતા જાણી શકાશે. તેમજ શહેરમાં પૂરના પાણી ઓસરતા અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેમાં વિવિધ વિસ્તારોમાં રોગચાળો વધી રહ્યો છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓનો ઉમેરો થયો છે:

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો ઝાડા-ઉલ્ટી, મેલેરિયા, ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિનમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા દર્દીઓનો ઉમેરો થયો છે. તેમજ ચોમાસાની સિઝન શરૂ થયા બાદ હોસ્પિટલોની OPDમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાથે રોગચાળાથી બચવા લોકોએ બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અને પાણીને ઉકાળીને પીવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.