બીજી વખત મુખ્યમંત્રી પદે આરૂઢ થઇ પ્રથમ વખત રાજકોટ પધારતા વિજયભાઇ રૂપાણીનું નાગરીક સમીતી દ્વારા અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમ દરમ્યાન ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઇ વોરાની આગેવાની હેઠળ સર્વે કારોબારી સભ્યો ઉ૫સ્થિત રહી ફુટ બાસ્કેટ અર્પણ કરી મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યુઁ હતું.
આ તકે પ્રમુખ ધનસુખભાઇ વોરાએ જણાવેલ કે રાજકોટના વિકાસમાં મહદઅંશે જરુરી લગભગ જરુરીયાતો આપે આપમેળે જ માંગ્યા વગર જ આપી દીધેલ છે. તેમ છતાં વેપાર ઉઘોગના વિકાસ અર્થે જરુરી કેટલીક બાબતો અંગે આપની સમક્ષ અમો ટુંક સમયમાં રજુઆત કરીશું. અમોને આશા છે કે આપ અમારી રજુઆતને પ્રાધાન્ય આપી રાજકોટના વેપાર ઉઘોગને બળવતર બનાવી વૈશ્ર્વીક કક્ષાએ સ્થાન અપાવશો. જેના પ્રત્યુતરમાં મુખ્યમંત્રીએ તેમના ઉબોધનમાં ખાત્રી આપી જણાવેલ ક રાજકોટ મારું પોતીકું શહેર છે અને હું પણ અહીંના ઉઘોગો સાથે
ધનીષ્ટ રીતે સંકળાયેલ છું. ત્યારે આપના તરફથી કોઇપણ રજુઆત હશે તો સંપૂર્ણ ઘ્યાન આપી યોગ્ય કરવા ખાતરી આપું છુ તેમ ગે્રટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઇન્ચાર્જ માનદ મંત્રી ઇશ્ર્વરભાઇ બાભોલીયા દ્વાર જણાવવામાં આવેલ છે.