Abdasa: ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં અબડાસા તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વાઇઝ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી હતી. તાલુકા પંચાયત દીઠ ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારોને જવાબદારી આપવામાં આવી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ 14 સપ્ટેમ્બરે ભુજ આવવાના હોવાથી વ્યવસ્થાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

IMG 20240910 WA0157 1

આ મિટિંગમાં તાલુકા ભાજપના પ્રભારી અમુલ દેઢિયા તાલુકા ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા સદસ્યતા પર્વના ઇન્ચાર્જ પરેશસિંહ જાડેજા સહ ઇન્ચાર્જ ગોપાલભાઈ ગઢવી તેમજ સરપંચો વિવિધ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

IMG 20240910 WA0161

રમેશભાઈ ભાનુશાલી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.