Rajkot: ગણેશ ચતુર્થી એ સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતો હિન્દુ તહેવારોમાંનો 1 છે. તેમજ આ તહેવાર 10 દિવસ માટે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તેમજ ભક્તો તેમના ઘરોમાં ભગવાન ગણેશનું સ્વાગત કરે છે, પૂજા કરે છે, શોભાયાત્રામાં ભાગ લે છે, પરંપરાગત મીઠાઈઓ અને ભોગ થાળી તૈયાર કરે છે. વર્ષના આ સમયે ભક્તો હૃદયપૂર્વક બાપ્પાના આશીર્વાદ લે છે અને ભક્તિમાં ડૂબી જાય છે. અને ત્યારબાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. તેમજ ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જાણો રાજકોટમા કઈ કઈ જગ્યાએ ગણેશ વિસર્જન કરી શકાશે.
રાજકોટ શહેર તંત્ર દ્વારા ગણપતિ વિસર્જનને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં 7 સ્થળોએ ગણપતિ વિસર્જન કરી શકાશે.
- આજીડેમ 1 ખાતે વિસર્જન કરી શકાશે
- આજીડેમ 2 ખાતે વિસર્જન કરી શકાશે
- આજીડેમ 3 ખાતે વિસર્જન કરી શકાશે
- એચ.પી.ના પેટ્રોલ પંપ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ આજી ડેમ ખાતે વિસર્જન કરી શકાશે
- જામનગર રોડ ન્યારાના પાટીયા પાસે વિસર્જન કરી શકાશે
- કાલાવડ રોડ વાગુદડ ગામ, બાલાજી વેફર્સની સામે વિસર્જન કરી શકાશે.
- મવડીના પાળ ગામ જખરાપીરની દરગાહ પાસે વિસર્જન કરી શકાશે
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આ સાત સ્થળ પણ ગણેશ વિસર્જન કરી શકાશે. અને આ 7 સ્થળ સિવાયની જગ્યાઓ પર ગણેશ વિસર્જન કરવામાં આવશે નહીં. સત્તાધિકારીની મંજૂરી વગર ગણેશ વિસર્જનના ધાર્મિક સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણય મુજબ જ્યારે પણ ગણેશ વિસર્જન કરવામાં આવે ત્યારે મૂર્તિને સુશોભીત કરેલી વસ્તુઓ હોય જેમ કે હાર, ફુલ, વસ્ત્રો તેમજ અન્ય કોઈ સુશોભિત વસ્તુઓને કાઢી લેવાની રહેશે. ત્યારબાદ જ મૂર્તિને વિસર્જન કરવાની રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.