- પથ્થરમારા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ
- છોકરાઓએ મૂર્તિ પર પથ્થર મારી લોકોની ધાર્મિક લાગણી દુભાવી
surat: સૈયદપુરામાં ગણપતિની મૂર્તિ પર થયેલા પથ્થરમારા બાદ અગાઉ સર્જાયેલા બનાવોમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17મી ઓગસ્ટના રોજ મહિલા સાથે આવેલા બે બાળકોએ ગણપતિની મૂર્તિ તોડી હતી. મૂર્તિ પર રહેલું ત્રિશુલ કાઢતા મૂર્તિ ખંડિત થઈ હતી.
દુકાનદારે જે તે સમયે ફરિયાદ કરી નહોતી. દુકાનદારને 60 હજારનું નુકશાન પહોંચ્યું હતું. સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ દુકાનદારે ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે બે મહિલાઓને ઝડપી પાડી હતી. ૧૭/૦૮/૨૦૨૪ ના બપોરના ત્રણેક વાગે ફરીયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીના મોટા ભાઈ વિશાલ હીરાલાલ ખલાસીનાઓ સોની ફળીયા એનીબેસન્ટ હોલની બાજુમાં શ્વેતા એપાર્ટમેન્ટ માં દુકાન નં.૩ માં ગણપતિની મૂર્તિઓ વેંચવાનો ધંધો કરે છે. દુકાનમાં લાઈલા સલીમ શેખ તથા રૂબીના ઈરફાન પઠાણ તેમની સાથેના બે નાના છોકરાઓ હોય તેઓ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગણપતિની મુર્તિઓ છોકરાઓ દ્વારા તોડી પડાવી આશરે રૂ.60,000/- જેટલાનુ નુકશાન કર્યુ હતુ.
લાઈલા સલીમ શેખ તથા રૂબીના ઈરફાન પઠાણ નામની મહિલા ફુટપાથ પર રહેતી હોય અને ભીખ માંગવાનુ કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતા તેમજ ગણપતિની મુર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય જેથી ફરીયાદીએ જે તે વખતે ફરીયાદ કરી નહોતી. ત્યારબાદ ગઈ કાલ તા.૦૮/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રીના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થર મારી લોકોની ધાર્મિક લાગણી દુભાવેલ હોય જેથી લાઈલા સલીમ શેખ તથા રૂબીના ઈરફાન પઠાણ નાઓએ લોકોની ધાર્મિક લાગણી દુભાવતા ફરિયાદ નોંધાવી હતી.
સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં રહી પો.સ્ટે. વિસ્તારમાં ચોકબજાર કીલ્લા પાસેથી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ લાઈલા સલીમ શેખ રહે, ચોકબજાર કિલ્લા પાસે આવેલ બ્રીજ ઉપર ચોકબજાર સુરત તથા રૂબીના ઈરફાન પઠાણ રહે. શાબીરભાઈ પ્લાસ્ટીકવાળાની દુકાન પાસે ફુટપાથ ઉપર કમાલગલી સુરત નાઓની તાત્કાલીક તપાસ કરી પકડી પાડી ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.
ભાવેશ ઉપાધ્યાય