• બિસ્માર રસ્તાના મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન
  • નગર પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર લગાડયા ગંભીર આક્ષેપ
  • કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા

03 1 9

Dhoraji: બિસ્માર રસ્તાના મામલામાં નવો વળાંક આવ્યો છે. સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવામાં આવ્યા હતા. તેના પર ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું. લલિત વસોયાએ ધોરાજી નગર પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર ગંભીર આક્ષેપ લગાડતા જણાવ્યું હતું કે, સ્થાનિકોને ઉબડ ખાબડ રોડ રસ્તાને લઈને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે ભાજપ ના નેતાઓ ના ઇશારે ધોરાજી નગર પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર એ પોસ્ટર ફાડી નાખ્યાં અને ઉતરાવી લીધા હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા. તેમજ સ્થાનિકો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ધોરાજીમાં તંત્ર ને જગાડવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. રસ્તા પર ખાડા બૂરાવાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનું લલિત વસોયાએ ગંભીર આક્ષેપ લગાડ્યા હતા.

કૌશલ સોલંકી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.