• મેડિકલ કેમ્પમાં રાજકોટની નામાંકિત હોસ્પિટલના HCGના ડોક્ટર રહ્યા હાજર
  • 300 થી વધારે દર્દીઓએ ફ્રી સારવાર અપાઈ

Una: તાલુકાના દેલવાડા ગામમાં કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટની નામાંકિત હોસ્પિટલ HCG હોસ્પિટલના  હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર રેનિસ બેરા, કૃષ્ણ વિરડા ન્યુરોસર્જન, દિશીત વઘાસિયા ઓર્થોપેડિક સર્જન ,ડોક્ટર મોનિલ પરસાણા કેન્સર નિષ્ણાત, ડોક્ટર પાર્થ હિંગોલ આંખ ,કાન ,ગળા ના સર્જન ડોક્ટર સંદીપ જનરલ સર્જન લેપ્રોસ્કોપી,ડૉ. બ્રિજેશા સોલંકી ICU સ્પેશિયાલિસ્ટ  અને એનેસ્થેસિયા  તથા ફાર્મસીસ્ટ  ડો.ભાવિન બાબરીયા સાહેબ અને દેલવાડા ગામ ના આગેવાન શ્રી હિરેનભાઈ બાંભણીયા  આ તમામ દ્વારા M. S. સંઘવી વિદ્યાલય દેલવાડા ખાતે 200 થી વધુ જુદા જુદા રોગના દર્દીઓની વિનામૂલ્ય તપાસ કરવામાં આવી હતી. તેમજ ECG, કાર્ડિયોગ્રામ અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

Screenshot 4 1

આ તકે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચ.આઇ. કુબાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ પણ વિવિધ મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ વિનામૂલ્ય કરેલા હતા. અને આવનારા સમયમાં પણ કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ,અને લોકોમા સ્વાસ્થ્ય પ્રત્યે લોકજાગૃતિ ના કાર્યક્રમો અને આરોગ્ય લક્ષી કેમ્પો કરવામાં આવશે.

ભાવેશ ઠાકોર 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.