બરફનું તોફાન: ૧૧ના મોત માયનસ ૩૪ ડિગ્રીમાં કેનેડા અમેરિકાની બોર્ડર પર આવેલો નાયગ્રા ફોલ્સ થીજી ગયો !!!
અમેરીકામાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી સ્થિતિ હવામાનની છે. નોર્થ અમેરીકામાં તો હવામાન માયનસ ૩૪ ડિગ્રી સુધી જતું રહ્યું છે. જેના લીધે જગપ્રસિધ્ધ નાયગ્રા ફોલ્સ, ઓન્ટારિઓ લેક, લેક મિશિગન ફિલિપ સ્કવેર (સરોવર) વિગેરે થીજીને બરફ બની ગયા છે.
નવા વર્ષની શ‚આતમાં જ ધોળે દિવસે પણ રાતના અંધારા જેવું લાઈટિંગ જોવા મળે છે. લોકો વહેલી સવારે અને મોડીરાતે બહાર જવાનું ટાળે છે. નોર્થ અમેરીકાનાં ઓન્ટારિયો, આલ્બર્ટા વિગેરે રાજયોમાં માયનસ ડિગ્રી તાપમાન છે.અમેરીકામાં વિન્ટર બોમ્બ સાયકલોનના ખતરાની આગાહી હવામાન વિભાગે કરી છે. અહી ૧૧ લોકોના મોત થઈ ચૂકયા છે. ડીસેમ્બરથી અહી વિન્ટર શ‚ થઈ જાય છે. સીએનએનનાં રીપોર્ટમાં જણાવાયું છે કે આગામી ૨૪ કલાકમાં અમેરિકામાં ‘બોમ્બ સાયકલોન’નો ખતરો છે.
રીપોર્ટમાં આગળ જણાવાયું છે કે અમેરીકા અને કેનેડાની બોર્ડર પર આવેલો નાયગ્રા ફોલ્સ જોવા વિશ્ર્વભરનાં પર્યટકો ઉમટી પડે છે. તેઓ આ ૧૬૭ ફૂટ ઉંચેથી નીચે પડતો અજાયબી સમો ધોધ જોવા ખાસ આવે છે. પરંતુ નાયગ્રા ફોલ્સ થીજી જતાં સહેલાણીઓમાં ઔટ આવી છે.