• કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓ દ્રારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા

ગીર સોમનાથ તા.07 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની શ્રાવણ માસમાં સુરક્ષા, સલામતી અને પ્રોટોકોલમાં ફરજ બજાવનાર અધિકારીઓ-કર્મચારીઓના શ્રેષ્ઠ કાર્યને ધ્યાને લઈ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “સન્માન કાર્યક્રમ” રામ મંદિર ઓડિટરીયમ હોલ, સોમનાથ ખાતે યોજાયો હતો.

સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિર ખાતે કોઈ અનિશ્ચિત ઘટનાઓ ન બને અને દર્શનાર્થીઓને દર્શન કરવામાં કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અધિકારી-કર્મચારીઓને સોમનાથ મંદિરની સુરક્ષા, સલામતી અને પ્રોટોકોલ માટે ફરજ સોંપવામાં આવી હતી. જેમાં આ અધિકારી-કર્મચારીઓએ શ્રાવણ મહિના દરમિયાન શ્રેષ્ઠ અને નિષ્ઠાવાન કામગીરી કરી હતી. આથી જિલ્લા વહીવટી તંત્ર દ્રારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.૨

કલેટરએ અધિકારી-કર્મચારીઓની કામગીરી બિરદાવતા જણાવ્યુ હતું કે, સોમનાથ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓને ફરજ આપવામાં આવી હતી. તેમણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે. વહિવટી તંત્રની ફરજ દરમિયાન સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને પૂજારીઓનો સહયોગ મળતા સોમનાથ ટ્રસ્ટનો પણ કલેક્ટરશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, ઊના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, સોમનાથ મંદિર ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.૪

આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી અને આભારવિધિ નાયબ કલેકટર ભૂમિકા વાટલિયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન આચાર્ય દીપક નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.