કેટલીક છોકરીઓ તૂટતા અને ખરતાં વાળઓ માટે ઘણી બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ તેમ છતાં કોઇ ફરક પડતો નથી. પરંતુ તમે આ બધાની જગ્યાએ ઘરેલૂ ઉપચાર પર ધ્યાન આપશો તો ખરતાં વાળની સમસ્યાથઈ જલ્દી છુટકારો મેળવી શકશો.
૧. તૂટતાં વાળને રોકવા માટે મહેંદી ખૂબ ફાયદાકારક હોય છે. એક કપ સરસવ તેલને ૪ ચમચી મહેંદીના પાન સાથે ઉકાળો, ઉકાળ્યા બાદ એને એક બોટલમાં બંધ કરીને રાખી દો અને દરરોજ આ તેલથી પોતાના વાળમાં મસાજ કરો.
૨. જો તમારા વાળ દરરોજ વધારે ખરતાં હોય તો એવામાં તમે મેથીના બીજનો ઉપયોગ કરી શકો છો. રાતે મેથીની બીજોને પાણીમાં પલાળી દો.
સવારે ઊઠીને એને પીસીને લેપ જેવો બનાવી દો અને પછી એ લેપને વાળ પર લગાવી દો.
થોડાક સમય બાદ વાળને ધોઇ નાંખો. આવું થોડાક સમય સુધી કરવાથી વાળ ખવાનું બંધ થઇ જશે.
૩. વાળને લાંબા કરવા તેમજ ખરતાં વાળને રોકવા માટે તમે રોજ્મેરી તેલનો ઉપયોગ કરી શકો છો. સપ્તાહમાં એક વખત આ તેલથી તમારા વાળમાં માલિશ જરૂરથી કરો. આ ઉપરાંત નારિયેળ તેલ પણ ખરતાં વાળને રોકવામાં મદદરૂપ થશે.