• 305 નંગ દારૂની બોટલ સાથે 16 લાખનો મુદ્દામાલ કબ્જે
  • બે આરોપીઓ ઝડપાયા, એક ફરાર

Jamnagar: લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક આઇસર ટ્રકમાં ચોર ખાનાઓ બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂ છુપાવીને જામનગર જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમી LCBને મળી હતી. જે બાતમીના આધારે ગઈકાલે મોડી રાત્રે LCBની ટુકડીએ ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન એક આઇસર મીની ટ્રક  પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો, અને તલાશી લીધી હતી. સૌ પ્રથમ આઇસરમાં કશું દેખાતું ન હતું, પરંતુ LCBની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આઇસર મીની ટ્રકની અંદર ચોરખાના મળી આવ્યા હતા.  તેના પતરા વગેરે ખોલીને અંદર નિરીક્ષણ કરતાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.IMG 20240906 WA0099

જેથી LCBની ટુકડી એ સમગ્ર દારૂનો જથ્થો ખાલી કરાવતાં અંદરથી 305 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે 305 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો, 2 નંગ મોબાઈલ ફોન, એક આઇસર મિનિ ટ્રક વગેરે સહિત 16,32,000નો મુદા માલ કબજે કર્યો હતો, જયારે આઈશર ટ્રકમાં બેઠેલા રાજસ્થાનના બે શખ્સો જોગારામ મોતીરામ બારોટ તેમજ રેવતારામ ભુમારામ બારોટ ની અટકાયત કરી લીધી હતી.

પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ઉપરોક્ત દારુ રાજસ્થાનના બાડમેર જિલ્લાના મહાબાર ગામના વતની બનારામ ઉર્ફે બનેસિંહ રાજપુતે સપ્લાય કર્યો હોવાનું અને જામનગર પહોંચ્યા પછી મોબાઈલ ફોન મારફતે સંપર્ક કરીને કોઈ વ્યક્તિને સપ્લાય કરવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બનારામને હાલ ફરારી જાહેર કર્યો છે. જે પકડાયા પછી દારૂ જામનગરમાં કોને આપવાનો હતો તે અંગેની જાણકારી મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.