ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલી નામોશીભરી હાર બાદ કોંગ્રેસમાં માળખાગત-ધડમુળી ફેરફાર કરવાની રાહુલ ગાંધીની વિચારણા.
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મળેલી નામોશીભરી હાર બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આત્મજ્ઞાન લાદ્યુ છે અને કોંગ્રેસમાં માળખાગત-જડમૂળી ફેરફાર કરવાનો વિચાર આવ્યો છે. તેમણે પાર્ટીના હિતમાં મુશ્કેલ નિર્ણય લેવાનું નકકી કર્યું હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર કરવાની જ‚રીયાત હોવાની વાતો પક્ષમાંથી ઉઠી રહી છે. ઘણા વરિષ્ઠ નેતાઓ પણ સંચાલન અને વહિવટમાં માળખાગત ફેરફાર ાય તેવું ઈચ્છે છે. વરિષ્ઠ નેતાઓની જવાબદારી નક્કી ાય તેવી વાત પણ કોંગ્રેસમાંી ઉઠી રહી છે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ખુબજ નુકશાન યું છે. જેના પરિણામે રાહુલ ગાંધી કેટલાક મુશ્કેલ નિર્ણય લેશે તેવું જાણવા મળે છે. ટૂંક સમયમાં કોંગ્રેસમાં મહત્વના ફેરફાર જોવા મળશે.
પંજાબમાં કોંગ્રેસની સફળતા પાછળનું કારણ વરિષ્ઠ નેતા અમરિન્દરસિંઘની લોકચાહના હોવાનું માનવામાં આવે છે. ગોવા અને મણીપુરમાં કોંગ્રેસને ધાર્યા કરતા સા‚ પરિણામ મળ્યું છે. એકંદરે ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ સીવાય કોંગ્રેસનું પલડુ ભારે છે. રાહુલ ગાંધી પણ પક્ષ માટે આ પરિણામો ખરાબ ન હોવાનું માને છે. તેમણે પરિણામ બાદ કહ્યું હતું કે, અમે વિરોધ પક્ષ છીએ. અમારે સફળતા અને નિષ્ફળતા ચાખવી પડશે. ઉત્તરપ્રદેશમાં અમને નિષ્ફળતા મળી છે જે સ્વીકારવી રહી, અમે પંજાબમાં સરકાર બનાવી છે. મણીપુર અને ગોવામાં સફળતા મેળવી છે જે ખરાબ પરિણામો ન કહી શકાય, હા એ સત્ય છે કે, અમે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં નિષ્ફળતા મેળવી છે. કોંગ્રેસમાં માળખાગત ફેરફારની જ‚ર છે.
અગાઉ કોંગ્રેસના સાંસદ સત્યવ્રત ચતુર્વેદિએ ૨૦૧૪ની ચૂંટણી બાદ કોંગ્રેસને કાર્ડિય સર્જરીની જ‚ર હોવાનું કહ્યું હતું. અનેક વખત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર કરવાની જ‚ર હોવાની વાત સ્વીકારી ચુકયા છે. હવે રાહુલ ગાંધીને પણ આત્મજ્ઞાન લાગ્યું છે અને તેઓ પણ આ મામલે આગળ વધી રહ્યાં છે.