• બાંગ્લાદેશની બદલાયેલી રાજકીય સ્થિતી વચ્ચે જેલમાં બંધ ભારત વિરોધી આતંકીઓનો છુટકારો ભારત માટે બની શકે છે ચિંતાનો વિષય

વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ શાંતિના હિમાયતી ભારત માટે પાડોશી દેશ બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં કાર્યરત વચગાળાની સરકાર આવતાની સાથે જ બાંગ્લાદેશની અલગ-અલગ જેલોમાં બંધ “અલકાયદા ઈન ઇન્ડિયન સબ કોન્ટિનેંટ” એટલે કે “ભારત ભૂખંડમાં અલ કાયદાની પ્રવૃત્તિ” નામની સંસ્થાના મુખ્ય વ્યક્તિ જેશિમુદ્દીન રહેમાની ને મુક્ત કરી દેવામાં આવતા અંસારુલ્લા બાંગ્લા ટીમ(અઇઝ) ફરીથી સક્રિય થવાની નોબત આવી છે.

વચગાળાની સરકારે અશાંત બાંગ્લાદેશનો હવાલો સંભાળ્યાના દિવસો પછી, દેશે અલ-કાયદા ઇન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (અચઈંજ) ના સહયોગી અન્સારુલ્લા બાંગ્લા ટીમ (અઇઝ)ના વડા મુફ્તી જશીમુદ્દીન રહેમાનીને જેલમાંથી મુક્ત કર્યા છે.

અલ કાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ ની સહયોગી બની રહેતી અન્સાર ઉલ્લા બાંગ્લા ટીમ ના ભારત વિરોધી કારનામા થી નવી દિલ્હી  માટે ચિંતા ઊભી થઈ છે બે વર્ષ પહેલાં ભારતીય ગુપ્તચર સંસ્થાઓને અન્સારુલ્લા બાંગ્લા ટીમ (અઇઝ) ની  ભારત વિરોધી પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવી હતી.

બાંગ્લાદેશની વર્તમાન રાજકીય સ્થિતિ ને જોતા ભારત વિરોધી તત્વોને બાંગ્લાદેશની ભૂમિ લોન્ચિંગ પેડ પૂરું પાડશે અને તે પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ નો હાથો બની ભારતમાં અશાંતિ ફેલાવશે.

બાંગ્લાદેશમાં સક્રિય અલ કાયદા ઇન ઇન્ડિયન સબવેન્ટ એક યુ આઈ એસ 2014 ના સપ્ટેમ્બરમાં અસ્તિત્વમાં આવી. તેનું લક્ષ્ય દક્ષિણ એશિયાના વિસ્તારમાં ઇસ્લામિક કટરવાદ અને ખાસ કરીને પાકિસ્તાન બાંગ્લાદેશમાં ચાલતી જ્યાં હતી પ્રવૃત્તિઓને મદદરૂપ થવાનું લક્ષ્ય હતું

કોણ છે જશીમુદ્દીન રહેમાની?

જશિમુદ્દીન રહમાનીને હાલ અન્સારુલ્લા બાંગ્લા ટીમ (અઇઝ)ના વડા છે આ સંસ્થા ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. બાંગ્લાદેશની જેલમાં થી તાજેતરમાં છોડી દેવાયેલા જસીમુદ્દીન રહેમાની એ ફેબ્રુઆરી 15 2013 ના દિવસે સોશિયલ મીડિયા બ્લોવર હૈદર ને મોતને ઘાટ ઉતાર્યો હતો આ બનાવમાં નહીં મને રિઝવાનોલ આઝાદ રાણા ને સેન્ટ્રલ કોર્ટે ફાંસીની સજા આપવામાં આવી હતી રાણાને આ હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે રહેમાની અને અન્ય ચાર ને ફાંસીની સજા આપવામાં આવી હતી રહેમાની ગમે તેમ કરીને જામીન ઉપર છૂટી ગયો હતો અને તે અંડર ગ્રાઉન્ડ થઈને વૈશ્વિક આંતકવાદી પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયો હતો.

શું એબીટીએ ભારતના અનેક રાજ્યોમાં સ્લીપર સેલ તૈનાત કર્યા છે?

જુલાઈ 2022 માં, બેંગલુરુ પોલીસે 24 વર્ષીય ફૂડ ડિલિવરી બોય, અખ્તર હુસિયન લશ્કરને પકડ્યો, જે આસામના કચર જિલ્લાનો છે. જે શંકાસ્પદ રીતે 2020 થી કર્ણાટકની રાજધાનીમાં રહેતો હતો, તેણે કથિત રીતે પોતાને અલ કાયદાના સભ્ય તરીકે ઓળખાવ્યો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. લશ્કર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, આસામના અન્ય એક વ્યક્તિને બેંગલુરુ પોલીસે તામિલનાડુના સાલેમમાં અટકાયત કરી હતી આ ઘટના બન્યા બાદ  દર્શાવે છે કે અઇઝ/અચઈંજ એ આસામ અને અન્ય રાજ્યોમાં ઘણા સ્લીપર સેલ તૈનાત કર્યા હતા.

જહાદી પ્રવૃત્તિઓ માટે શા માટે આસામને બનાવાયું સોફ્ટ ટાર્ગેટ?

31 જુલાઈ 2022 ના રોજ અમેરિકન ડ્રોન એ અલકાયદા ના નેતા અયમલ જવાહિરને કાબુલમાં ઠાર માર્યો આ એન્કાઉન્ટર પૂર્વે થોડા દિવસો પહેલા આસામ પોલીસ ના ધ્યાને એક વિડીયો આવ્યો હતો જેમાં યુવાનોને ઉત્તર પૂર્વ દેશો તરફ હિજરત કરવાનું આહવાન કરાયું હતું અલ કાયદા ઉત્તર પૂર્વ માં નેટવર્ક સ્થાપવા માંગતું હતું આસામ પોલીસ ચીફ ભાસ્કર જ્યોતિ મહાનતાને આ વિડીયો ગંભીર લાગ્યો.  ત્યાર પછી 29 યુવાનોને આસામના બાર પટોળા. મોરીગામ.ગુવાહાટી કામરુપ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય આંતકીઓ સાથે ના નેટવર્ક નો પર્દાફાશ  થયા પોલીસે શાવજ્ઞક્ષય ટેબલેટ અને લેપટોપ માંથી આંતકવાદી ગતિવિધિઓના પુરાવા મળ્યા. બાંગ્લાદેશની સરહદે આવેલ આસામમાં મદ્રેસા અને જહાદી નેટવર્ક ના માધ્યમથી યુવાનો સરળતાથી જ્યાંથી પ્રવૃત્તિઓ તરફ વળી જાય અને સરળતાથી આવન જવન થાય તે માટે આસામને જેહાદી પ્રવૃત્તિઓનું ટાર્ગેટ રાખવામાં આવી હવાનું માનવામાં આવે છે.

અંસરુલાહ  બાંગ્લા ટીમ (અઇઝ)નો ઉદય કેમ થયો

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બિનસાંપ્રદાયિક અને વિશ્વ શાંતિના હિમાયતી માનવામાં આવતા હતા તેમણે  અન્સારઉલ્લા બાંગ્લા ટીમ(અઇઝ)ને કટ્ટરપંથી ઇસ્લામિક પ્રવૃત્તિઓ સબબ અને ત્રણ બ્લોગરની હત્યા સંબંધ મેં 2015 માં પ્રતિબંધ મૂકી દીધો હતો આ સંસ્થા હરકતુલ જેહાદેલ ઈસ્લામી બાંગ્લાદેશ અને ધમાતું મુદ્દે બાંગ્લાદેશ સાથે સંકળાયેલી અને તે પાંચથી સાત વ્યક્તિના ગ્રુપમાં સક્રિય રહીને લોકશાહી વ્યવસ્થા સામે હતા આ સંસ્થા પાછળથી કટરવાદી સંસ્થા તરીકે પ્રસ્થાપિત થઈ અને 2011માં અમેરિકાના ડ્રોન હુમલામાં એબીટીના સંચાલક અનિવાર-અલ અવલકી હણાયો હતો ત્યારથી અઇઝ ચર્ચામાં આવી હતી. અલ કાયદા જેવી સંસ્થાઓ માટે બાંગ્લાદેશમાં નેટવર્ક માટે જરૂરી સરહદીય સંલગ્ન વિસ્તારોમાં આસામ સૌથી નજીકનો વિસ્તાર હોય વળી તેમાંથી યુવાનો મોટી સંખ્યામાંથી મળી રહેવા હોય આસામમાં ગેરકાયદેસર વિસ્થાપિતો ની લાંબા સમયની સમસ્યા અને આસામમાં બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘૂસણખોરો સરળતાથી મળી રહેતા હોવાથી જેહાદીઓ માટે આસામ મહત્વનું બની રહ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.