- પેટ્રોલ પંપના સંચાલકના મકાનમાં થઇ 11 લાખની ચોરી
- માલિક પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા તે દરમિયાન થઇ ચોરી
- પોલીસે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધી તપાસના ચક્રો કર્યા ગતિમાન
Jamnagar: આરાધના સોસાયટીમાં રહેતા અને એક પેટ્રોલ પંપના સંચાલક, કે જેઓ પરિવાર સાથે ગોવા ફરવા માટે ગયા હતા, તે દરમિયાન તેમના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી 11 લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.આ ફરિયાદ નોંધાતા મળતી માહિતી મુજબ જામનગરમાં આરાધના સોસાયટીમાં રહેતા અને શિવમ પેટ્રોલ પંપ ધરાવતા રમેશ કુંડલીયા (ઉંમર વર્ષ 64) કે, જેઓ જામનગરના આરાધના સોસાયટીમાં રહે છે, અને પેટ્રોલ પંપનો વ્યવસાય કરે છે. જેઓ ગત ઓગસ્ટ ની 26મી તારીખે પોતાના મકાનને તાળા મારીને પરિવાર સહિત ગોવા ફરવા માટે ગયા હતા. ત્યાંથી 3મી તારીખે પરત આવતા પોતાનું ઘર ખોલ્યા પછી કેટલીક સ્પ્રે ની બોટલ સહિતની અન્ય ચીજ વસ્તુઓ વેરણ છેરણ જોવા મળી હતી, તેથી પોતાના કબાટ ચેક કરતાં તેમાં રાખેલી જુદા જુદા દરની ૧૧ લાખની ચલણી નોટો ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી સમગ્ર મામલો સિટી ડી ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને PSI કે.એન. જાડેજાની હાજરીમાં અજાણ્યા તસકરો સામે ફરિયાદ લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાગર સંઘાણી