• આરાધના, પ્રતિક્રમણ ગુરુ ભગવતના વ્યાખ્યાન સહિતના કાર્યક્રમ

જૈનોના ત્યાગ, તપ, આરાધનાનું મહાપર્વ  પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આ દિવસે ભગવાનને અવનવી આંગી ના શણગાર કરવામાં આવ્યા છે કાલે માતા ત્રિશલા દેવીને આવેલા સપનાની ઉછામણી થશે ત્રિલોકીનાથ તીર્થકર પરમાત્માએ જૈન  આગમોમાં ભાદરવા સુદ પાંચમ સવંત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે. પરંતુ મહાપુરૂષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભુમિકા રૂપ ધર્મમય માહોલ બનાવવા માટે તેમજ ધર્મપ્રેમીઓ, વધારેમાં વધારે સમય ધાર્મિક, અનુષ્ઠાનો પ્રાર્થના, સામાયિક, પોષધ, પ્રતિક્રમણ તપ-જય કરી

પરમ ગુરુદેવ તેમજ પૂજ્ય સંત-સતીજીઓના શ્રીમુખેથી ફરમાવવામાં આવી રહ્યું છે

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો  ચોથા દિવસે જૈન-જૈનેતરો ભગવાનની ભકિતમાં રસતરબોળ થયા છે. વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો લાભ લઈ રહ્યા છે.  જૈનોનું પર્યુષણ પર્વ શરૂ થતા રાજકોટ શહેરનાં વિવિધ દેરાસરમાં ભગવાન મહાવીરને નયનરમ્ય આંગી કરવામાં આવી હતી.

પર્યુષણ પર્વ દરમ્યાન એરપોર્ટ રોડ શાંતિનાથ જિનાલય ના પ્રમુખ અનિલભાઈ મેહતાએ જણાવ્યું હતું કે ભગવાનને બાદલો અને ચાંદીની વરખ તેમજ ફૂલોની લાખેણી આંગી અને અદભુત શણગાર  કરવામાં આવ્યો હતો. શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ ભગવાનના વિવિધ દર્શન શૃંગારનો લાભ લઈ પાવન થાય છે તેમજ ગાંધીગ્રામ શ્વેતાંબર જૈન સંઘ સત્ય પૂર્ણધામએ ના ટ્રસ્ટીએ  ભાવિકભાઈ મહેતાએ  ભગવાનને હિર જરીની આંગી નો શણગાર કરવામાં આવ્યો હતો જૈન માટે પ્રયુષણ પર્વ ક્ષમા યાચના નો પર્વ માનવામાં આવે છે અહીં ત્રણ સાધુ સાધવી બિરાજમાન છે તે શ્રાવક અને શ્રાવિકાઓ આરાધના કરવા માટે આવે છે જૈન તથા જૈનેતરો  ભગવાનના અદભુત શણગાર નિહાળીને ધન્યતા અનુભવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.