રમત ગમત કચેરી દ્વારા ચેસ, યોગાસન સહિતના આયોજનો
જિલ્લા રમત ગમત અધિકારી કચેરી રાજકોટ ગ્રામ્ય દ્વારા આગામી દિવસોમાં દિવ્યાંગ બાળકો માટે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાશે. ઉપરાંત સીનીયર સીટીઝનો માટે ચેસ, યોગાસન, ક્રિકેટ, રસ્સા ખેંચ સહિતની રમતોનું આયોજન પણ કરાયું છે. જે અંગે રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડોદરાએ વિગતો આપી હતી.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા દિવ્યાંગ બાળકોની વોલીબોલ સ્પર્ધા આગામી દિવસોમાં યોજવામાં આવનાર છે.જેમાં ભાગ લેવા માંગતા ૧૮ થી ૩૫ વર્ષ સુધીનાં દિવ્યાંગ, વોલીબોલ સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી તા.૧૦.૧ સુધીમા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી રાજકોટ ગ્રામ્ય ૫.૫ બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે મોકલી આપવાની રહેશે.