જૈનોના ત્યાગ, તપ, આરાધનાનું મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઇ ગયો છે. મન, વચન અને કાયાની શુઘ્ધિનું આ પર્વ અનેરા ધર્માલ્લાસ સાથે તપ, ત્યાગ તથા આરાધના સાથે ઉજવાશે આ વર્ષ દેરાવાસી શનિવારેતથા સ્થાનકવાસી જૈનોના રવિવારે પર્યુષણ નો પ્રારંભ થયો છે. જિનાલયો તથા સ્થાનકવાસી ઉપાશ્રયોમાં મંડપ, કમાન રચાયા છે. જિનાલયોમાં રોશનીના શણગાર કરાયા છે. ત્રિલોકીનાથ તીર્થકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સવંત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે. પરંતુ મહાપુરૂષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભુમિકા રૂપ ધર્મમય માહોલ બનાવવા માટે તેમજ ધર્મપ્રેમીઓ, વધારેમાં વધારે સમય ધાર્મિક, અનુષ્ઠાનો પ્રાર્થના, સામાયિક, પોષધ, પ્રતિક્રમણ તપ-જય કરી પરમ ગુરુદેવ તેમજ પૂજ્ય સંત-સતીજીઓના શ્રીમુખેથી ફરમાવવામાં આવશે.
વહેલી સવારથી રાત્રિ સુધીના આત્મહિત કરાવી દેનારા આવા અનુષ્ઠાનની સાથે વિશેષરૂપે પર્વાધિરાજ પર્વના સંત-સતીજીઓ, વિવિધ શ્રી સંઘો માં અનેકવિધ કાર્યક્રમો યોજાશે
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો મંગલ પ્રારંભ થયો છે. ત્યારે જૈન-જૈનેતરો ભગવાનની ભકિતમાં રસતરબોળ થયા છે. વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો લાભ લઈ રહ્યા છે. જૈનોનું પર્યુષણ પર્વ શરૂ થતા રાજકોટ શહેરનાં વિવિધ દેરાસરમાં ભગવાન મહાવીરને નયનરમ્ય આંગી કરવામાં આવી હતી.
પર્યુષણ પર્વ દરમ્યાન મણિયાર દેરાસર ખાતે ભગવાનને હીરા-મોતી-માણેકની લાખેણી આંગી અને અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. શ્રાવક-શ્રાવિકાઓ દરરોજ ભગવાનના વિવિધ દર્શન શૃંગારનો લાભ લઈ પાવન થાય તેમજ મણીયાર દેરાસર ખાતે ભગવાનને આભલા તેમજ મોતીનો શણગાર કરવામાં આવ્યો હતો જૈન તથા જેને ભગવાનના અદભુત શણગાર નિહાળીને અનુભવી હતી.