- સદગુરુના માટી બચાવ અભિયાન થકી જ પર્યાવરણનું જતન કરી શકાશે
ભારતની પ્રથમ માટી-કેન્દ્રિત ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની એવી બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, 3 સપ્ટેમ્બરે ના રોજ કરશે. તેઓ થરાદમાં બનાસ માટી પરીક્ષણ પ્રયોગશાળા , બનાસ બાયોફર્ટિલાઈઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી ખીમાણા અને ખેડૂત તાલીમ હોલનું પણ ઉદ્ઘાટન કરશે.
ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાસ ડેરી અને સેવ સોઈલ વચ્ચેનો સહયોગ છે અને તે થરાદ અને લાખણીના અર્ધ-શુષ્ક વિસ્તારોના ખેડૂતોને જીવન અને આરોગ્ય બંને લાવે તેવી ટકાઉ માટી વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવા અને તેને અનુસરવા માટે પ્રશિક્ષિત અને હેન્ડહોલ્ડિંગ કરશે. આ પ્રદેશની માટી, ખેડૂતો માટીની નબળી ગુણવત્તા, પાણીની અછત અને ખરાબ હવામાન જેવા પડકારોનો સામનો કરી રહ્યા હોવાથી, ઋઙઈ માટીની તંદુરસ્તી વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા અને પાકની ઉપજમાં સુધારો કરવા માટે સંસાધનો અને સહાય પૂરી પાડશે.
માટી બચાવો એ સદગુરુ દ્વારા શરૂ કરાયેલ એક વૈશ્વિક ચળવળ છે જે માટીના સ્વાસ્થ્ય માટે વિશ્વભરના લોકોને એક-બીજા સાથે જોડીને માટીના સંકટનો સામનો કરે છે, અને તમામ રાષ્ટ્રોના નેતાઓને કૃષિ જમીનમાં કાર્બનિક પદાર્થોને વધારવા માટેની નીતિઓમાં સમર્થન આપે છે.
વિશ્વની 52% કૃષિ જમીન પહેલેથી જ નબળી થઈ ગઈ છે અને જમીન બચાવો અભિયાન ખેડૂતોને એવી ભલામણ કરે છે કે પ્રાદેશિક પરિસ્થિતિઓના આધારે કૃષિ જમીનમાં ઓછામાં ઓછું 3.6% સોઇલ ઓર્ગનીક મેટર હોવું જોઈએ.
લઘુત્તમ 3-6% સોઇલ ઓર્ગનીક મેટર કરવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે, માટી બચાઓ અભિયાન નીચે ખેડૂતોને 3-6% સેન્દ્રિય પદાર્થોનું લઘુત્તમ સ્તર પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન, ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ ઇન્સેન્ટીવની સુવિધા , ઊંચું જઘખ ધરાવતી માટીમાંથી ઉગાડવામાં આવેલા ખોરાક માટે ઉત્કૃષ્ટ ગુણવત્તાનું ચિહ્ન વિકસાવવું જેવા મુખ્ય નિર્ણયો લેવાયા હતા.
માટી બચાવો અભિયાન 410 કરોડથી વધુ લોકો સુધી પહોંચ્યું છે અને 81 દેશો માટીની નીતિઓ ઘડવાની પ્રક્રિયામાં છે. તેને યુનાઇટેડ નેશન્સ ક્ધવેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન , યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ , યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (ઈંઞઈગ) દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
શંકરભાઈ ચૌધરીને સદ્ગુરૂએ માટી બચાઓ અભિયાનના બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર
માટી બચાવો અભિયાનના ભાગ રૂપે, સદ્દગુરુએ 2022માં 27 દેશોમાં 100 દિવસની, 30,000 કિમીની મોટર સાઇકલ યાત્રા કરી હતી જેનાથી નાગરિકોનું સમર્થન સક્રિય કરી શકાય અને વિશ્વભરની સરકારોને વિશ્વની મરી રહેલી માટીને સંબોધિત કરતી નીતિઓ બનાવવા માટે પ્રેરિત કરી શકાય. તેમની ભારત યાત્રા દરમિયાન, સદ્ગુરુએ પાલનપુર ખાતે બનાસ ડેરીની મુલાકાત લીધેલી, જ્યાં તેમણે માટી બચાવો અભિયાન વિશે ખેડૂતોને સંબોધન કરેલું. ખેડૂતો સાથે વાત કરતા સદગુરુએ તેમને યાદ અપાવ્યું, સેવ સોઈલ જેવી ચળવળ જરૂરી બની ગઈ છે કારણ કે તે પવિત્ર માટી જે આટલી જીવંત રહી છે, જેણે આ આખી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે, તેની હવે એ હદ સુધી અધોગતિ થઈ રહી છે જ્યાં ભારતની 62% માટીને ખરાબ થઈ ગયેલી ગણવામાં આવે છે. તેમણે સંબંધિત વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું કે આજે આપણે ટ્રેક્ટર અને મશીનો વડે ખેતરો તો બનાવ્યા છે પરંતુ કોઈ છોડ કે પ્રાણી નથી જેના વિના માદી ક્યારેય સમૃદ્ધ બની શકે નહીં. પશુનું મૂલ્ય માત્ર તેઓ જે દૂધ ઉત્પન્ન કરે છે તે
નથી પરંતુ પશુઓના છાણના રૂપમાં કચરો એ ખેતરને જીવંત રાખવા માટે સૌથી મહત્વની બાબત છે. પ્રાણીઓને એક સમસ્યા ગણવામાં આવે છે તેની ચિંતા વ્યક્ત કરતાં, તેમણે આ વલણ સામે ચેતવણી આપી અને તેમને યાદ અપાવ્યું કે બીજા 10- 15 વર્ષમાં, જો આપણી પ્રાણીઓની વસ્તી 50% ઘટી જશે, તો આપણે રાષ્ટ્રને મારીશું. જે દિવસે આપણે આ જમીન પર આપણાં પ્રાણીઓ ગુમાવી દઈશું, તે દિવસે આપણે માટીની
હત્યા કરી રહ્યા છીએ.
અગાઉ સદગુરુએ પશુપાલન ક્ષેત્રે શંકરભાઈ ચૌધરીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને તેમને જમીન બચાવો ચળવળ માટે ગુજરાત રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા હતા.
શંકરભાઈ ચૌધરીની આગેવાની હેઠળ બનાસ ડેરીની આગેવાની ટીમે 21-23 ડિસેમ્બર, 2022 દરમિયાન માટીના પુનર્જીવન પર સમર્પિત 3-દિવસીય વર્કશોપ માટે ઈશા યોગ કેન્દ્રની મુલાકાત લીધી હતી. વર્કશોપ સેવ સોઈલ ટેકનિકલ ટીમ દ્વારા સવલત આપવામાં આવી હતી જેમાં ચર્ચાઓ અને ખેતરની મુલાકાતનો સમાવેશ થાય છે. આ એક એફપીસીની સ્થાપના માટે લાંબા ગાળાના સહયોગમાં પરિવર્તિત થયું જેનો પાયો માટીની તંદુરસ્તી પર આધારિત છે.
બનાસ ડેરી અને માટી બચાઓ અભિયાન વચ્ચેની ભાગીદારી બનાસકાંઠામાં અનેક પરિવર્તનકારી પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય કૃષિ પદ્ધતિઓ અને માટીના સ્વાસ્થ્યમાં ક્રાંતિ લાવવાનો એફપીસી વડે ખેડૂતોને સશક્ત કરવાનું અભિયાન ચાલુ છે.
બનાસ સોઈલ ટેસ્ટીંગ લેબોરેટરી, થરાદ
આ સહયોગની એક આધારશિલા એ માટીના સ્વાસ્થ્યને ટેકો આપવા અને વધારવા માટે રચાયેલી અત્યાધુનિક સુવિધાઓનું નિર્માણ છે. થરાદમાં આવેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી, જે ભારતની એવી અમુક જ સુવિધાઓમાંની એક છે જે માટીના જૈવિક પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અત્યાધુનિક લેબોરેટરી માટીના સૂક્ષ્મજીવોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને એક “સોઈલ લાઈફ રિપોર્ટ આપે છે જે સૂક્ષ્મજીવ બાયોમાસ, વિવિધતા અને બેક્ટેરિયા અને ફૂગ વચ્ચેના સંતુલનનું મૂલ્યાંકન કરે છે.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં આવેલી ધ સોઇલ ફૂડ વેબ લેબોરેટરીઝ, કોર્નેલ યુનિવર્સિટીની સોઇલ હેલ્થ ટેસ્ટિંગ લેબોરેટરી અને યુકેમાં રોથામસ્ટેડ રિસર્ચ જેવી પ્રયોગશાળાઓ સૂક્ષ્મજીવોનું બાયોમાસ અને વિવિધતા જેવા જૈવિક માપદંડોનું વિશ્લેષણ કરતી રહી છે, પણ બનાસ લેબોરેટરી ભારતમાં આ અત્યાધુનિક મૂલ્યાંકનોને માટી પરીક્ષણમાં લાવનારી પ્રથમ લેબોરેટરીઓમાંની એક છે. તે ફૂગ અને બેક્ટેરિયાનો રેશિયો અને માટીના શ્વસન દર જેવા મુખ્ય જૈવિક સૂચકાંકોનો ઉપયોગ કરે છે. તે ખેડૂતોને તેમની માટીની જીવંત ઈકોસીસ્ટમનું સ્પષ્ટ ચિત્ર આપવા માટે જટિલ રાસાયણિક અને ડાયરેક્ટ માઇક્રોસ્કોપિક પદ્ધતિઓ બંનેનો ઉપયોગ કરે છે.
બનાસ ડેરી અને માટી બચાઓ અભિયાન વચ્ચેના સહયોગ દ્વારા સ્થાયી માટી વ્યવસ્થાપન પ્રથાઓ તરફ હાથ ધરવામાં છે જે માટીના પડકારો ધરાવતા કોઈપણ પ્રદેશ માટે નિદર્શનપાત્ર પાયલોટ બનવાની ક્ષમતા ધરાવે છે.
આ પવિત્ર શ્રાવણ માસની છેલ્લી અમાવસ્યા પર એટલે કે 3જી સપ્ટેમ્બર 2024ના રોજ, સદગુરુના આશીર્વાદ અને શંકરભાઈ ચૌધરીના દૂરંદેશી નેતૃત્વથી ખેડૂત ઉત્પાદક કંપની, સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બાયો ફર્ટિલાઈઝર લેબોરેટરીની ત્રિપુટી એક અભિયાનની શરૂઆત છે જે, આવનારા વર્ષોમાં, આ જમીનનો ચહેરો બદલાવાની છે.