Paralympics 2024માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતે 8 મેડલ જીત્યા છે. યોગેશ કથુનિયાએ પુરુષોની ડિસ્કસ થ્રો F-56 કેટેગરીમાં ભારતનો 8મો મેડલ જીત્યો. આ સાથે તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. યોગેશે સતત બીજી પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમના માટે પેરાલિમ્પિકમાં રમવાની અને મેડલ જીતવાની સફર ઘણી મુશ્કેલ રહી છે.તેમજ આ સફળતામાં તેની માતાની સૌથી મોટી ભૂમિકા છે.
કોણ છે પેરાલિમ્પિક એથ્લેટ યોગેશ કથુનિયા?
યોગેશ 8 વર્ષનો હતો ત્યારે તેને લકવો થઈ ગયો હતો. તેથી તે ગુઇલેન-બેરે સિન્ડ્રોમ નામની બીમારીનો શિકાર બની ગયો હતો. જેના કારણે તેના હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. ત્યારબાદ તેના માતાપિતાએ તેને લાંબા સમય સુધી વ્યસ્ત રાખ્યો હતો. તેથી તેના હાથ કામ કરવા લાગ્યા, પરંતુ તેના પગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહી.
આ સ્થિતિમાં યોગેશ કથુનિયાની માતાએ ફિઝિયોથેરાપી શીખી અને 3 વર્ષ સુધી માતાએ તેમના પુત્રની સારવાર કરી હતી. અને તેને 12 વર્ષની ઉંમરે ફરીથી ચાલવા માટે સ્નાયુઓની તાકાત મેળવી હતી. યોગેશે ચંદીગઢની ઈન્ડિયન આર્મી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યાંથી જ તેણે ડિસ્કસ થ્રો અને બરછી ફેંક રમવાની શરૂઆત કરી હતી. ત્યારથી જ તેની કારકિર્દી આગળ વધતી રહી હતી.
કોલેજના મિત્રએ કરી મદદ
યોગેશ કથુનિયાએ જણાવ્યું હતું કે તેને એકવાર પેરિસમાં યોજાનારી ઓપન ગ્રાન્ડ પ્રિકસ ચેમ્પિયનશિપમાં જવાનું હતું. આ માટે તેમને ટિકિટ અને અન્ય ખર્ચ માટે 86 હજાર રૂપિયાની જરૂર હતી. પરંતુ ઘરમાં આર્થિક તંગી હતી. આ સ્થિતિમાં દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમના મિત્ર સચિન યાદવે તેમની મદદ કરી હતી. તેમજ યોગેશે ત્યાં જઈને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને 2018માં પંચકુલામાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે.