નંબર પ્લેટોમાં જય માતાજી, જય ગુરૂદેવ, સુવિચારો અને શાયરીઓ લખાવી શકાશે નહીં, દરેક વાહનોમાં હાઈ સિકયોરિટી પ્લેટ
સુપ્રીમ કોર્ટનાં ઓર્ડર બાદ હાઈ સીકયોરીટી રજીસ્ટ્રેશનની નંબર પ્લેટો દરેક વાહનોમાં લગાવવાનું જાહેર કરવામાં આવ્યુંં છે. જેની છેલ્લી તા.૧૫ જાન્યુઆરી નજીક આવતા તંત્રમાં દોડધામ વધી છે. જે લોકોનાં વાહનોમાં હાઈ સિકયોરીટી પ્લેટ નહી હોય તેની પાસેથી વિભાગ રૂ.૫૦૦ વસુલી શકશે. જોકે રાજય સરકારે નવેમ્બર ૨૦૧૨થી આ નિયમ લાગુ કર્યો છે. હવે તેને ફરજીયાત બનાવવામા આવ્યો છે. ત્યારે લોકોમાં પણ હાઈ સિકયોરીટી પ્લેટો જ લગાડવા દોડધામ થઈ છે.
જયારે હવે તેની આખર તારીખને ગણતરીનાં ૧૩ દિવસો જ રહ્યા છે. ત્યારે ટ્રાન્સપોર્ટ વિભાગે જૂના વાહન ધારકોનું લિસ્ટ બહાર પાડયું છે. જેમને નંબર પ્લેટ બદલવાની બાકી છે. આ ઉપરાંત પરિવહન વિભાગ સમચાર, રેડિયો, જાહેરાતો જેવા માધ્યમોથી વધુમાં વધુક લોકો સુધી આ વાત પહોચાડવા લાગ્યું છે. અમદાવાદમાં કુલ ૩૮ ડિલરો છે જે હાઈ સિકયોરીટી નંબર પ્લેટો લગાવી શકે છે. જયારે પરિવહન વિભાગે ડિલરોને સંપર્ક કર્યો ત્યારે ધણાએ આ સુવિધા આપવાથી ઈન્કાર કર્યો હતો.
અમદાવાદમાં હાલ ૨૭ લાખ વાહનો છે જે જૂના નંબર પ્લેટ ધરાવે છે. જે અમદાવાદ-રાજકોટ આરટીઓ ૨૪ કલાક કામ કરે અને એક દિવસમાં ૬૦૦૦ નંબર પ્લેટ લગાવડાવે તો પણ પહોચી શકાય તેમ નથી. તો હવે જય માતાજી, જય ગુ‚દેવ, સુવિચાર કે શાયરીઓ લોકો નંબર પ્લેટોમાં લખાવી શકશે નહી. ત્યારે પરિવહન વિભાગે પણ જબરદસ્ત દોડાદોડી વધી છે. તો ૫૦૦ ‚પીયા ચાર્જને લઈ લોકોમાં પણ ઝડપથી હાઈ સિકયોરીટી પ્લેટો લગાડવા ઉતાવળ વધી છે.