માટે મોકલાતું અનાજ- તેલ વિગેરેની ચકાસણી પણ કરશે
મઘ્યાન્હ ભોજન યોજનાની લાલીયાવાડી હવે ફોરેન્સિક સાયંસ રોકાશે. અત્યાર સુધી ક્રાઇમ કેસ ઉકેલતી ફોરેન્સિક ટીમ હવે આ કામ પણ કરશે.ગુજરાત સ્ટેટ સિવીલ સપ્લાય કોર્પોરેશને કવોલીટી કંટ્રોલ માટે ફોરેન્સિક ટીમની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. સીવીલ સપ્લાય કોર્પોરેશન
હેઠળ મઘ્યાન ભોજન યોજના જેવી પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમ ચાલતી હોય છે.
ફોરેન્સિક સાયંસ ડીપાર્ટમેન્ટ અને સીવીલ સપ્લાય કોર્પોરેશન વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત હવેથી મઘ્યાન ભોજન યોજનામાં સપ્લાય થતું સરકારી ગોડાઉનમાંથી અનાજ તેલ વિગેરે ફોરેન્સિક સાયંસી ટીમ ચકાસણી કરશે તેના પોજીટીવ રીપોર્ટ બાદ જ તે મ.ભો. યોજના માટે ઉપયોગમાં લેવાશે. આનો સીધો મતલબ એ થાય છે કે હવેથી મઘ્યાન ભોજનની લાલીયાવાડી ફોરેન્સિક સાયંસ રોકાશે.
અગાઉ મઘ્યાન ભોજન યોજનાને લઇને ઘણા નકારાત્મક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. બાકી યોજના સરકારી હોય કે બિન સરકારી અગર લોકોના આરોગ્ય સાથે સંકળાયેલી છે તો તેમાં કવોલીટી જળવાય તે જરુરી છે. આ કામ હવે ફોરેન્સિક સાયંસ કરશે.