૫૦,૦૦૦ કે તેથી વધુ માસિક ભાડુ ચુકવતા લોકો માટે આ નવો નિયમ
ઘરભાડુ ચુકવનારાઓએ ટીડીએસ પણ કાપવું પડશે. જી હા, અગર તમે ઉંચી રકમનું ઘર ભાડું અર્થાત હાઈ હાઉસ રેન્ટ ચુકવી રહ્યા છો તો તમારે ભાડાનું ચુકવણું ટીડીએસ કાપીને કરવાનું રહેશે. આ નિયમ તેમને લાગુ પડે છે જેઓ ૫૦ હજાર રૂપિયા કે તેથી વધુ રકમનું માસિક ઘર ભાડુ ચુકવી રહ્યા છે તો તમારે મકાન માલિકને ૫ ટકા ટીડીએસ કાપીને જ ઘર ભાડું ચુકવવાનું છે. આ અંગેની વધુ માહિતી ટેકસ ડીપાર્ટમેન્ટે તેની અધિકૃત વેબસાઈટ પર પણ મુકી છે.
આ સિવાય કોઈપણ રીતે કરદાતાએ કયા આર્થિક વ્યવહારમાં ટીડીએસ કાપીને ચુકવણું કરવાનું હોય છે તેની વિગતો પણ સાઈડ પર ઉપલબ્ધ છે. આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો હેતુ કોઈપણ આર્થિક વ્યવહાર ટેકસ ડીપાર્ટમેન્ટની રડારમાંથી ન બચી શકે તે છે. કેમ કે દર મહિને મસ મોટુ પ્રોપર્ટી રેન્ટ વસુલતા લોકો ઘણીવાર આર્થિક વ્યવહાર બનાવવાથી બચે છે. એવામાં સરકારી વિભાગના ધ્યાને આવા ઘણા વ્યવહારો આવતા હવેથી ૫૦ હજાર કે તેથી વધુ ઘર ભાડુ ચુકવતા ભાડુઆતોએ ટીડીએસ કાપીને જ ચુકવણું કરવાનું છે.