- તાત્કાલિક અસરથી ગામોનો સર્વે કરી જરૂરિયાત મંદોને ટેકો આપવા અધિકારીઓને સૂચનો કર્યા
- જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી : મંત્રી
Jamnagar: રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે અતિવૃષ્ટિથી પ્રભાવિત જામનગર તાલુકાના બેડ, વસઈ અને આમરા ગામની મુલાલાત લઇ કુદરતી આફત વચ્ચે લોકોના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછ્યાં હતા. તેમજ બેડ ટોલનાકા પાસે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના વધુ પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ત્યારે મંત્રીએ લગત અધિકારીઓને અસરગ્રસ્ત ગામોનો ત્વરિત સર્વે કરી કામગીરી કરવા જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પદાધિકારીઓએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે માનવ જીવન સલામત છે.
મંત્રીએ ખેડૂતો, અસરગ્રસ્ત લોકો અને ગ્રામજનોની રજુઆતો સાંભળી સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે એતેમની સાથે મુલાકાત સમયે અગ્રણીઓ મુકુંદ સભાયા, કુમારપાળસિંહ રાણા, દિલીપસિંહ, અતુલભાઈ, મહેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, વિઠ્ઠલભાઈ કણજારીયા, રણછોડભાઈ પરમાર, વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સાગર સંઘાણી