અવની લેખારાએ પેરિસ પેરાલિમ્પિક્સ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ S1 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યું છે.અવની છેલ્લા રાઉન્ડ પહેલા કોરિયન શૂટર યુનરી લીથી 0.8થી પાછળ હતી. પરંતુ કોરિયન શૂટરનો છેલ્લો શોટ 6.8 પોઈન્ટ સ્કોર કરી શક્યો. જ્યારે અવનીએ 10.5નો સ્કોર કર્યો હતો. ત્યારે અવનીએ કુલ 249.7 પોઈન્ટ હાંસલ કર્યા છે. જ્યારે યુનરી લીન 246.8 પોઈન્ટ સાથે પાછળ રહી.
અવનીએ સતત બીજી ઓલિમ્પિકમાં આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે ટોક્યો પેરાલિમ્પિક્સ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે અવની BBCની ઈન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2022 માટે નોમિની છે. ‘BBC ઈન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર’નો ઉદ્દેશ્ય ભારતીય મહિલા ખેલાડીઓ અને તેમની સિદ્ધિઓનું સન્માન કરવાનો, મહિલા ખેલાડીઓના પડકારોની ચર્ચા કરવાનો અને તેમની સાંભળેલી અને ન સાંભળેલી વાર્તાઓને વિશ્વ સમક્ષ લાવવાનો છે.
અવની ટોક્યો ઓલિમ્પિકમાં કરિશ્માનું પ્રદર્શન કરીને પેરાલિમ્પિકસ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બની હતી. તેણે પેરિસ ઓલિમ્પિકમાં પોતાની સુવર્ણ સફળતાનું પુનરાવર્તન કર્યું છે.
અકસ્માત પછી ચેમ્પિયન બનવાની વાર્તા
મૂળ જયપુર શહેરની અવનીએ કાયદાનો અભ્યાસ કર્યો છે. 2012માં કાર અકસ્માત બાદ તે કરોડરજ્જુની સમસ્યાથી પીડાઈ રહી છે.ત્યારબાદ તે માત્ર વ્હીલચેરની મદદથી ચાલી શકતી હતી પરંતુ તેણે હાર ન માની અને શૂટિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું જ્યાં તેણે સતત સફળતા મેળવી હતી. ત્યારબાદ વર્ષ 2015મા જયપુર શહેરમાં જ શૂટિંગમાં સામેલ થઈ હતી. અને જગતપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.
અવનીના પિતા ઈચ્છતા હતા કે તે રમતગમતમાં ભાગ લે. તેમજ શરૂઆતમાં અવનીએ શૂટિંગ અને તીરંદાજી બંનેમાં હાથ અજમાવ્યો હતો.ત્યારે તેને શૂટિંગમાં વધુ રસ પડ્યો હતો. તેણીને અભિનવ બિન્દ્રાના પુસ્તકમાંથી ઘણી પ્રેરણા મળી અને તે આગળ વધી. અને રસપ્રદ વાત એ છે કે જયપુરની જે શૂટિંગ રેન્જમાં તે જતી હતી ત્યાં વિકલાંગ ખેલાડીઓ માટે રેમ્પ પણ નહોતી.તો પણ તેણે તે રેમ્પ જાતે સ્થાપિત કરાવ્યો હતો.આ સાથે શરૂઆતમાં તેને અને તેના માતા-પિતાને પેરા શૂટર્સ માટે જરૂરી ખાસ સાધનો કેવી રીતે અને ક્યાંથી મળશે તેની પણ ખબર ન હતી.